________________
૧૬
નિર્બથ નરીમાન
ઈ. સ. ૧૯૬૨ના માર્ચ મહિનાની સત્તરમી તારીખ, ભારતીય
ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડી રહી હતી. ચુનંદા ક્રિકેટવીરોની ખાણ સમા બારબાડોસ ટાપુની ટીમ સામે ખેલાતી મૅચનો બીજો દિવસ હતો. ભોજનના સમય (લંચ) પછીની બીજી ઓવર વીંઝાઈ રહી હતી.
ઝડપી ગોલંદાજ ચાર્લી ગ્રિફિથ પોતાની તાકાત નિચોવીને ગોલંદાજી કરી રહ્યો હતો. એની સામે ભારતના નક્કર ઓપનિંગ બૅટ્સમૅન અને સજ્જન સુકાની નરીમાન કોન્ટ્રાક્ટર ખેલી રહ્યા હતા.
બીજી ઓવરનો ચોથો દડો વીંઝાયો. જાણે નરીમાન કોન્ટ્રાક્ટરની શાનદાર કારકિર્દીને જ હ૨વા આવ્યો ન હોય ! ડાબોડી બૅટ્સમૅન નરીમાનના જમણા કાનથી એક ઇંચ ઊંચે દડો વાગ્યો. મૅચ જોઈ રહેલાઓએ અવાજ પણ સાંભળ્યો. વાવાઝોડાથી વિશાળ વૃક્ષ જેમ કડડભૂસ કરતું તૂટી પડે, તેમ નરીમાન કોન્ટ્રાક્ટર ધરતી પર ઢળી પડ્યો. નાક અને કાનમાંથી લોહીની ધાર વહેવા લાગી. બ્રિજટાઉન શહેરના કેન્સિંગ્ટન ઓવલના મેદાન ૫૨ એમ્બ્યુલન્સના ઘંટનો અવાજ ગાજી ઊઠ્યો.
ભારતીય ખેલાડીઓએ ભારે હૈયે રમત આગળ ચલાવી. એ મેદાન પર રમતા હતા, પણ એમનું મન તો ઘાયલ સુકાનીની ચિંતામાં ડૂબેલું હતું.
પ્રથમ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે ભારતીય ટીમના સુકાની નરીમાન કોન્ટ્રાક્ટરની હાલત ભયજનક નથી, પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ વણસી. બીજા બુલેટિનમાં આંચકો આપે તેવા
*
મ
-R
Jain Education International
For Private & Personal Use Only
૮૫
www.jainelibrary.org