________________
(૧) અવસત્તાક-૨૮ (૨) ધ્રુવસત્તાક-૧૩૦ સ્વસત્તાના વિચ્છેદસ્થાન પર્યંત નિરંતર સત્તામાં રહે તે ધ્રુવસત્તાક, અને સ્વસત્તાના વિચ્છેદસ્થાન સુધી નિરંતર સત્તામાં ન રહે તે અધ્રુવસત્તાક.
અધ્રુવસત્તાવાલી ૨૮ પ્રકૃતિઓ :
મોહ ૨-મિશ્રમોહ સમકિતમોહ અભવ્યાદિને હોતાં જ નથી. આયુ ૪-જીવોને ચારે આયુષ્ય સાથે સત્તામાં હોતા નથી. નામ ૨૧-વૈક્રિય-આહારક શરીર ૨+ તેના અંગોપાંગ ૨ + તેના સંઘતન ૨+ તેના બંધન ચાર ચાર ૮+તિર્યંચ વિનાની ગતિ ૩+ આનુપૂર્વી ૩+જિનનામ ૧=૨૧ (વૈક્રિય ૭+ આહારક ૭+દેવ ૨ + નરક ૨ +મનુ ર+જિનનામ) આમ મોહ ૨ + આયુ ૪ +નામ ૨૧=૨૭ + ઉચ્ચગોત્ર ૧=૨૮.
કાયમ
આ ૨૮ પ્રકૃતિઓમાંથી આયુષ્ય ૪+૧ જિનનામ=૫ પ્રકૃતિઓ બધા જીવોને સત્તામાં નથી, માટે અધ્રુવસત્તાક, અને શેષ ૨૩ પ્રકૃતિઓને દીર્ઘકાળસુધી એકેન્દ્રિયાદિપણે રહેનારા જીવો ઉલના સંક્રમથી વી નાખે છે. ઉલનાસંક્રમમાટે આગળ ‘કર્મસિદ્ધાન્તઅંગે વિશેષપ્રકાશ'નું પ્રકરણ જુઓ.
આ સિવાયની શેષ ૧૩૦ પ્રકૃતિઓ નિરંતર સત્તામાં રહે છે.
હેતુવિપાકી કર્મપ્રકૃતિઓઃ
કર્મોને વિપાકોદય અમુક હેતુએ પ્રાપ્ત થતો હોવાને લીધે તે વિપાકનો હેતુ દર્શાવવાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓનું વર્ગીકરણ ચાર વિભાગમાં થાય છે. તે આ મુજબ. (૧) જીવવિપાકી, (ર) પુદ્ગલવિપાકી, (૩) ક્ષેત્રવિપાકી, (૪) ભવવિપાકી. આ ચાર પ્રકારના વર્ગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. બાકી તો કર્મપ્રકૃતિઓનો વિપાક જીવ જ અનુભવે છે, એ હિસાબે સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે.
(૧) જીવવિપાકી ૭૮ :- કેટલાંક કર્મ એવાં છે કે જે જીવને સીધો જ્ઞાનાદિઆત્મગુણ-ઈંદ્રિય-ઉચ્છ્વાસ વગેરેને વિષે ઘાતક-પોષક વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે મુજબ છે.
ઘાતી ૪૭ + વેદનીય ૨+ ગોત્ર ૨+ નામની ૨૭=૭૮.
નામની ૨૭ આ પ્રમાણે-ગતિ ૪ + જાતિ ૫ + ખગતિ ૨ + જિનનામ ૧+ ઉચ્છ્વાસ ૧+ ત્રસ ૩ (ત્રસ-બાદર-પર્યાપ્ત) + સ્થાવર ૩+ સુભગચતુષ્ક ૪+ દુર્ભગ ચતુષ્ક ૪.
(૨) પુદ્ગલવિપાકી ૩૬ :
Jain Education International
શરીરાદિ પુદ્ગલોને વિષે જ પોતાની શકિત
(૫
For Private & Personal Use Only
www.jainelibrary.org