SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ KERETERER SACREAGA જાણ્યા પછી જો એક દાણો પણ ગળે ઉતારે કે મોઢું પાણીથી સાફ કરે તો પચ્ચક્ખાણભંગ થાય. મોઢું પણ પાણીથી સાફ ન કરાય. એની મેળે સાફ થવા દેવું. જ્યાં સુધી સ્વાદ આવ્યા કરે ત્યાં સુધી થૂંકી નાંખવું. આ જ રીતે ઉપયોગ રાખવા છતાં બીજાની ચીજ (સરખી દેખાતી હોવાના કારણે) ભૂલમાં પોતાની સમજી લેવાઇ જાય તો અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થતો નથી. બીજાની છે તેમ ખબર પડ્યા પછી ક્ષમા માંગી પાછી આપવી. (૬) દિસામોહેણં: પૂર્વ દિશાને પશ્ચિમ સમજી સૂર્ય પૂર્વમાં હોવા છતાં પશ્ચિમમાં આવી ગયો છે તેમ માની પચ્ચક્ખાણકાળ પૂરો થયેલો જાણે અને એ રીતે પ્રવર્તે તો પણ પચ્ચક્ખાણ ભંગ થતો નથી. આ વ્યામોહ ટળી જાય તો અટકી જવું અને ફરી પચ્ચક્ખાણ પાળવું. પચ્છન્નકાલેણું આગારમાં બાહ્યનિમિત્તોના કારણે ભ્રમ છે. અહીં બાહ્ય નિમિત્તો ન હોવા છતાં પોતાના વ્યામોહના કારણે ભ્રમ છે. છતાં આત્મવંચના ન હોવાથી ભંગ નથી તે જણાવવા આ દિસામોહેણ આગાર કહેલ છે. આ રીતે દરેક પચ્ચક્ખાણમાં યથાસંભવ વ્યામોહ આગાર જાણવો. (૭) સાહુવયણેણં : પોરિસી પચ્ચક્ખાણ દિવસના પ્રથમ પ્રહરના અંતે આવે. પરંતુ સાધુઓને સૂત્ર પોરિસી સમાપ્તિ અને પાત્રા પડિલેહણનો કાળ પાદોન પ્રહરે આવે, અર્થાત્ ૩/૪ પ્રહર વીત્યે છતે આવે, તે વખતે ‘બહુ-પડિપુણા પોરિસી' ની સાધુઓમાં જાહેરાત ક૨વાની હોય છે. એ સાંભળીને સાધુના વચનના બળથી પોરિસી આવી ગઇ છે એમ માની કોઇ સાધુ પોરિસી પચ્ચક્ખાણ પારે તો તેને આ આગારના કારણે પચ્ચક્ખાણ ભંગ થતો નથી. પરંતુ સાચી વાતની જ્યારે ખબર પડે ત્યારે કાળ પૂરો થયો ન હોય તો ભોજનથી અટકી જવું. પ્રશ્ન-૧૪. ‘બહુ પડિપુણા પોરિસી'ના આદેશથી જ ભ્રમનો પ્રસંગ હોય તો, આવો પ્રસંગ માત્ર પોરિસી પચ્ચક્ખાણમાં જ સંભવિત Jain Education International ૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy