SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૬) સપોર્ટિવ (ટેકારૂપ) થેરપી : સારવાર સાથે દર્દીને પૂરતું પોષણ તથા પ્રવાહી મળે, તેના શરીરનાં દ્રવ્યો જળવાઈ રહે અને યોગ્ય વિટામિનો મળી રહે તે જોવાનું રહે છે. યોગ્ય વખતે ઍન્ટિબાયોટિક આપી શકાય. આ બધી ટેકારૂપ સારવાર કહેવાય. લકવો થયાના ૧-૨ દિવસમાં ડૉક્ટર ફિઝિયોથેરપિસ્ટને બોલાવતા હોય છે. તે હાથપગની કસરતો તથા ફેફસાંની કસરતો શરૂ કરાવે છે. રોજ ૪થી ૬ વાર ૨૦થી ૪૦ મિનિટ સુધી ચાલતી આ કસરતો દર્દીના સમજદાર સગાએ શીખી લઈને પોતે દર્દીને કરાવવાની હોય છે જેનાથી અનેક ફાયદા થાય છે. ખાસ તો અંગોનું હલનચલન ઝડપથી સુધરે છે અને છાતીમાં કફ જમા થતો નથી અને અંગો કઠણ (કડક) થઈ જતાં નથી. એક વાર લકવાની શરૂઆતની સારવાર મળે એટલે લકવો ફરીથી ન આવે તે માટે એન્ટીપ્લેટલેટ ગ્રૂપની દવાઓ જેમ કે એસ્પિરિન, ક્લોપીડોજેલ, ડાયપારડેમોલ તેમજ ટિક્લોપીડીન વગેરે ઘણો લાંબો સમય આપવામાં આવે છે. કયા દર્દીને આમાંથી કઈ દવાઓ, કેટલી (એક કે બે જાતની), કેટલા પ્રમાણમાં આપવી તે દર્દીની તાસીર અને રોગ ફરી થવાની સંભવિતતા પરથી ડોક્ટર નક્કી કરે છે. કોઈ કોઈ દર્દીને એન્ટીકોએગ્યુલન્ટ દવાઓ પણ (કે જે થોડી જોખમી પણ છે) દા.ત વૉરફે રીન, એસીટ્રોમ વગેરેની ગોળીઓ આપવી પડે છે. - સુયોગ્ય કેસોમાં ગળામાં આવેલી લોહી લઈ જતી નળીઓ (કેરોટિડ અને વર્ટિબલ આર્ટરીને) અસ્ટ્રાસાઉન્ડ ટેકનિક ડોપ્લરથી કેરોટિડ એન્ટિંગ તપાસવામાં આવે છે અને જો કેરોટિડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy