________________
૪૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો
છે.
દર્દી બેભાન રહેતો હોય એ ગંભીર પરિસ્થિતિને સ્ટેટ્સ એપિલેપ્ટીક્સ કહે આ એક મેડિકલ ઈમરજન્સી છે. દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં (ICUમાં) દાખલ કરીને સારવાર શરૂ કરી દેવી જોઈએ. તાત્કાલિક સારવાર છતાં ૧૫થી ૨૦ ટકા દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.
સાઇકોજનિક : હિસ્ટીરિયાઃ
એપિલેપ્સી જેવાં લક્ષણો ધરાવતો બીજો એક રોગ હિસ્ટીરિયા છે. આ એક માનસિક રોગ છે અને તેમાં મગજમાં તકલીફ હોતી નથી. આ રોગ સ્ત્રીઓમાં સવિશેષ જોવા મળે છે. માનસિક રોગોના ડૉક્ટરની સારવારથી આ રોગ મટી શકે છે.
ફેબ્રાઇલ કન્વટ્ઝન અથવા તાવપ્રેરિત ખેંચ :
કોઈ વાર નાનાં બાળકોને તાવમાં ક્યારેક સામાન્ય ખેંચ આવતી હોય છે. સામાન્ય રીતે બાળક પાંચ વર્ષ પૂરાં કરે પછી આવી ખેંચ આપોઆપ મટી જાય છે. આમાં મગજમાં કોઈ નુકસાન થયેલું નથી તેની ખાતરી કરી લેવી જોઈએ. જેમને તાવમાં ખેંચ આવતી હોય તેવાં બાળકોને તાવ આવે જ નહિ તેની પૂરી તકેદારી રાખવી જોઈએ. તાવ આવે તો તરત જ પૅરાસિટેમૉલ જેવી દવાઓ તેમજ ક્લોબાઝામ નામની દવા આપી દેવી જોઈએ. ગુદામાં મૂકવાની DIREC-2, Juniz કે તેવી કોઈ બીજી દવા આવી ખેંચ અટકાવવાનો સચોટ ઉપાય છે અને ખેંચ ચાલુ થાય તો પણ તેનાથી તરત અટકી પણ જાય છે. આ દવા બાર કલાકે ફરી આપી શકાય. કે પછી દાંત કે જીભ પર Midazolam નામની દવા ડ્રોપર કે સિરિંજ દ્વારા આપવાથી વાઈના હુમલા અટકાવી શકાય છે. આવી ખેંચો અટકાવવી જરૂરી છે, કેમ કે વારેઘડીએ ખેંચ આવે તો ભવિષ્યમાં ૧% દર્દીઓમાં કૉમ્પ્લેક્સ પાર્શિયલ અથવા જનરલાઇઝ્ડ સીંઝરના હુમલા શરૂ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org