________________
મગજ અને જ્ઞાનતંતુના રોગો સામાન્ય રીતે ઍક્સ-રેની ૧૪" x ૧૭ની ફિલ્મ ૫૨ ૨૦ છબી લેવામાં આવે છે જેનું નિષ્ણાત રેડિયોલૉજિસ્ટ દ્વારા અર્થઘટન કરવામાં આવે છે અને તેનો રિપોર્ટ તૈયાર થાય છે. સી.ટી. સ્કેનથી મગજથી માંડીને કરોડરજ્જુની અને ફેફસાંથી માંડીને પેટના અવયવોની પૂરતી માહિતી મળી શકે છે. તેથી જે ભાગનો સ્કેન જોઈએ તે પ્રમાણે સૂચના લખવી પડે. સી.ટી. સ્કેનથી કોઈ જાતનો દુખાવો થતો નથી, સિવાય કે થોડીક વાર માટે સ્થિર સૂઈ રહેવું પડે.
૨૦
મગજના રોગો જેવા કે ગાંઠ અને ચેપ(ઇન્ફેક્શન)માં ખાસ જાતની દવા (contrast Agent) નસમાં ઇન્જેક્શનથી આપવામાં આવે છે જેથી લોહીના પરિભ્રમણ વિશે જાણી શકાય છે. આ આયોડિનયુક્ત (lodinised Contrast) દવા જ્યારે નસ દ્વારા આપવામાં આવે ત્યારે કેટલીક વાર શરીરમાં ગરમી લાગે અથવા ઊલટી થવા જેવી લાગણી થાય છે પરંતુ એક કે બે મિનિટમાં આપોઆપ સારું થઈ જાય છે. તેથી જ Contrast C.T. Scan માટે સામાન્ય રીતે ૩ કલાક ભૂખ્યા પેટે રહેવાનું કહેવામાં આવે છે. જે વ્યક્તિને ઍલર્જી, દમ (અસ્થમા), કિડની કે થાઇરૉઇડની તકલીફ હોય તેમને રિએક્શન આવવાની શક્યતા રહે છે. આવા કેસમાં નોનઆયોનિક ડાઇ વાપરવાથી રિએક્શન નિવારી શકાય છે. સગર્ભા સ્ત્રીએ સગર્ભાવસ્થા બાબત ડૉક્ટરને અગાઉથી જાણ કરવી જરૂરી છે. સી.ટી. સ્કેનની કોઈ ખાસ આડઅસર હોતી નથી, સિવાય કે રેડિએશન; તેથી દરદીના મિત્ર કે સંબંધીને સી.ટી. રૂમમાં હાજર રહેવા દેવાતા નથી અને દરદીના શરીરના બીજા ભાગને ઢાંકી રાખવામાં આવે છે.
સી.ટી. સ્કેન હવે મગજની પ્રાથમિક તપાસ જેવું થઈ ગયું છે અને ગુજરાતનાં તથા અન્ય રાજ્યોનાં જિલ્લા કક્ષા સુધીનાં લગભગ બધાં શહેરોમાં આ સગવડ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે એક વાર સી.ટી. સ્કેન કરાવવાનો ખર્ચ આશરે રૂ. ૧૦૦૦થી ૧૫૦૦ સુધી આવતો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org