SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ન્યુરૉરેડિયોલૉજીઃ મગજની એક્સ-રે તપાસ સી.ટી.સ્કેન મશીન સી.ટી. સ્કેનનું મશીન ચોરસ ઘનાકાર પેટી જેવું હોય છે જેને એન્ટ્રી (Gantry) કહેવામાં આવે છે. આ ઘનાકારની વચ્ચે ગોળ ટનલ જેવો આશરે ૨ ફૂટ જેટલો ભાગ હોય છે. દરદીને ઉપરનીચે, આજુબાજુ અને આગળપાછળ ખસી શકે તેવા સ્ટ્રેચર જેવા ટેબલ પર સુવાડવામાં આવે છે. શરીરના જે ભાગની તપાસ કરવાની હોય તે ભાગ આ ટનલના મધ્યભાગમાં લાવવામાં આવે છે. એક્સ-રેની ટ્યૂબ આ ગોળ ટનલના મધ્યભાગમાં વર્તુળાકારે ફરતી હોય છે જે દ્વારા મગજના અથવા જે તે અવયવના દરેક ખૂણેથી ફોટા લઈ શકાય છે. આ છબી ડિટેક્ટરી પર પ્રતિબિંબિત થાય છે અને કમ્યુટરની મદદથી ચોક્કસ પ્રકારની ગણતરી કરીને અગાઉ જોયું તેમ બ્રેડની સ્લાઇસની જેમ અવયવને કમ્યુટરના મૉનિટર પર જોઈ શકાય છે તથા લેસર કેમેરાની મદદથી તેની છબી લઈ શકાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે ૧૫થી ૩૦ મિનિટનો સમય લાગે છે જે દરમિયાન દરદીએ સ્થિર સૂઈ રહેવાનું હોય છે. નવા અદ્યતન મશીનથી તો હવે ફક્ત બે જ મિનિટનો સમય લાગે છે. Ga Generator Table સી.ટી. સ્કેન મશીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy