SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મગજ અને જ્ઞાનતંતુના રાગા વગેરેના ઉપયોગ અંગેની છે. આપણે અગાઉના પ્રકરણમાં જોયું તેમ મગજ ખોપરીના માળખામાં સુરક્ષિત સચવાયેલું છે તેથી સામાન્ય એક્સ-રે દ્વારા આપણને ખોપરીના બાહ્યાવરણની જાણકારી મળી શકે છે પણ મગજના અંદરના ભાગ અને બંધારણ વગેરેની સ્પષ્ટ માહિતી મળી શકતી નથી. આ સમસ્યાનો ઉપાય બ્રિટિશ વૈજ્ઞાનિક હોંસફિલ્ડ દ્વારા બનાવાયેલ સી.ટી.ઑન મશીનથી મળી આવ્યો. સી.ટી. સ્કેન (c.T.Scan) અથવા તો કેટ સ્કેન એટલે કમ્યુટેડ એશિઅલ ટોમોગ્રાફી (computed Axial Tomography). - સી.ટી. સ્કેનમાં પણ ઍક્સ-રેનો જ ઉપયોગ થાય છે પરંતુ અહીં કપ્યુટરની મદદથી કપ્યુટર ગણતરીદ્વારા શરીરના દરેક અંગનું અને તેના ઘટકોનું ત્રિપરિમાણીય ચિત્ર લઈ શકાય છે. મગજની અંદર ગાંઠ હોય તો ઊંડાઈની દૃષ્ટિએ કઈ જગ્યાએ છે તે જાણવા મગજના બ્રેડની સ્લાઇસ જેવા કાલ્પનિક ભાગ પાડી તે પ્રત્યેક ભાગના વિવિધ ખૂણેથી એક્સ-રે લેવાય છે. ત્યાર બાદ કમ્યુટરની મદદથી ગણતરી કરી મગજનું ત્રિપરિમાણ (થ્રી-ડાઈમેન્શન) ચિત્ર તૈયાર કરી શકાય છે, જેથી ગાંઠની ઊંડાઈ અને કદ વગેરે બાબતો ચોક્કસપણે જાણી શકાય છે. આમ, સી.ટી. સ્કેન દ્વારા મગજની અંદરની સૂક્ષ્મ ક્ષતિઓ વિશે પણ જાણી શકાય છે. સી.ટી. સ્કેનની મદદથી ફોટા કેવી રીતે લેવામાં આવે છે તે નીચેના ચિત્ર દ્વારા સમજી શકાય છે. સી.ટી. સ્કેનની કામગીરી Working of CT Scan ટી.વી. મોનિટર એક્સ-રે ટ્યૂબા TV Monitor X-ray Tube ડિટેકટરો Detector 4 Computer sayez Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy