________________
૨૭૦
..
મગજ અને જ્ઞાનતંતુના રોગો (વિવિધ તંત્રો)ના કુદરતી નિયંત્રણમાં તથા મુખ્ય કાર્યો જાળવવામાં, રોગપ્રતિકારક શક્તિ ટકાવવામાં અને સ્ટ્રેસ સામે શરીરને સક્ષમ રાખવામાં સ્ટિરૉઇડનો રોલ મુખ્ય કલાકારનો છે. સમજી શકાય છે કે સ્ટિરૉઇડની ઊણપથી થતા ગંભીર રોગોમાં બહારથી સિન્થેટિક તૈયાર કરેલા સ્ટિરૉઇડ આપવા પડે. બ્લડપ્રેશર ઘટી જઈ શૉક થવાથી માંડીને માયેસ્થેનિઆ ક્રાઇસિસ સુધી કે વિશિષ્ટ આધાશીશી (ક્લસ્ટર હેડૅક)થી માંડીને મગજના સોજા (બ્રેઇન ઇડિમા) સુધી તેમ જ અનેક જુદી જુદી પરિસ્થિતિમાં ન્યુરૉલૉજિમાં સ્ટિરૉઇડ જરૂર મુજબ વાપરીને ધાર્યું પરિણામ મેળવી શકાય. કેટલીક ન્યુરૉપથી, ડિમાઇલિનેટિંગ રોગો (મલ્ટિપલ હૅરોસિસ), બ્રેઇન ટ્યુમર, પૉલિમાયોસાઇટિસ, કેટલાક ટી.બી., મૅનિન્જાઇટિસના કેસો - એમ બીજાં અનેક રોગોમાં સ્ટિરૉઇડ દવાની જરૂર પડે છે.
સ્ટિરૉઇડ્સ જૂથમાં પ્રેનિસોલોન, ડેક્સામિથાસોન, મિથાઇલ પ્રેનિસોલોન એ મુખ્ય છે. કેટલાક ગોળીના સ્વરૂપે, કેટલાંક ઈંજેક્શન સ્વરૂપે તો કેટલાક પ્રવાહી સ્વરૂપમાં આવે છે. આ સ્ટિરૉઇડ્સ દવાઓનો અનિયંત્રિત ઉપયોગ કેટલાંક ગંભીર પરિણામો પણ લાવી શકે છે.
લાંબા સમય સુધી લેવાતી સ્ટિરોઈડ દવાઓની આડઅસરો : ૧. ઍસિડિટી (પેટ તથા છાતીમાં લાહ્ય બળવી) થાય અને જઠરમાં ચાંદી પડે અથવા વકરે.
૨.
લોહીમાં સાકર (શુગર)નું પ્રમાણ વધે, ડાયાબિટીસ થાય - વધે. ૩. બ્લડપ્રેશરમાં વધારો.
૪. ફંગસ (ફૂગ)નો ચેપ જલદીથી લાગી જાય અને પરિણામે કેન્ડિડિઆસિસ અને રિંગવર્મ ઇન્ફેક્શન જેવા રોગો થઈ શકે.
૫.
૬.
અતિશય ભૂખ લાગે, ઊંઘ આવવામાં તકલીફ થાય અને સ્વભાવ ચીડિયો થઈ જાય.
શરીર ફૂલી જાય, વજન અતિશય વધી જાય અને ચહેરો, પેટ તેમ જ ગરદનની પાછળના ભાગમાં ચરબી જમા થાય.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org