________________
૨૪૨
મગજ અને જ્ઞાનતંતુના રોગો લક્ષણો : ૧૮ વર્ષની ઉંમર આસપાસ થતી બીમારીમાં આ રોગનાં લક્ષણ, તેની તીવ્રતા અને વધવાની ગતિ વગેરેમાં ઘણી વિવિધતા જોવા મળે. છે. થોડા મહિનાની અંદર જ સ્નાયુઓમાં નબળાઈ પ્રસરે છે. ઘણી વખત તે અટકે છે પણ મોટા ભાગે, જો યોગ્ય ઉપચાર ન કરવામાં આવે તો, નબળાઈ ક્રમશઃ વધતી જ જાય છે. દર્દીની ચાલ અસ્થિર થઈ જાય છે અને તે વારંવાર પડી જાય છે. સમય જતાં ચાલવાનું સદંતર બંધ થઈ જાય છે અને દર્દી પથારીવશ થઈ જાય છે. ઝડપથી વધતા રોગમાં દર્દીને સુધારો થવાની વધુ શક્યતા હોય છે. આશરે ૫૦% દર્દીઓમાં દવાથી સુધારો થઈ શકે છે.
આ દર્દીઓમાં સ્નાયુઓનો દુઃખાવો ખાસ કરીને સીડી ચડવામાં કે ખુરશીમાંથી ઊભા થવામાં થાય છે. હાથ ઊંચા કરવામાં પણ તકલીફ પડે છે. ગળાના સ્નાયુઓમાં પણ તકલીફ જોવા મળે છે. જેમ જેમ રોગ વધતો જાય છે તેમ તેમ ગંભીર લક્ષણો જેમકે ખોરાક, પ્રવાહી ગળવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. નિદાન : ઉપર જણાવેલ લક્ષણ સાથે ઃ (૧) લોહીમાં સી.પી.કે.નું વધેલું પ્રમાણ (serum cPK level) (૨) ઈ.એમ.જી., એન.સી.વી. જેવી તપાસથી રોગની ચોકસાઈ
થાય છે. (૩) સ્નાયુની બાયૉસીમાં જોવા મળતા ચોક્કસ ફેરફારોથી નિદાન
સચોટ થાય.
ઉપચાર :
(અ) દવાઓ : (૧) સ્ટિરૉઇડ ગ્રૂપમાં એનીસોલોન, મિથાઇલ
પ્રેનીસોલોન, ડેલામેથાસીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org