SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યુરૉપથી (એ.આઈ.ડી.પી.) (૨) સી.આઇ.ડી.પી. : એ.આઇ.ડી.પી. જ્યારે લાંબા સમય સુધી વધતી રહે (૨ મહિના) અથવા વારેઘડીએ ઊથલા મારતી રહે ત્યારે તેને સી.આઇ.ડી.પી. (Chronic Inflammatory Demyelinating Polyneuropathy) કહે છે. ૨૧૯ જો ફક્ત ચૈતાતંત્રના કારણથી આ રોગ થયો હોય તો ઘણીવાર તે મોટર ન્યુરૉન ડિસિઝ જેવો જણાય છે. કેટલીક વાર એચ.આઈ.વી. ઇન્ફેક્શન, એસ.એલ.ઈ., પ્લાઝ્મા સેલ ડિસ્ચેઝીઆ જેવાં કારણોથી પણ સી.આઈ.ડી.પી. જેવાં લક્ષણો થાય છે. સારવારઃ (૧) મુખ્યત્વે કોઈ ઉપર મુજબનો રોગ હોય તો તે શોધીને ટ્રિટમેન્ટ કરવામાં આવે છે અને વિશેષમાં સ્ટીરૉઇડ, પ્લાઝમા એક્સ્ચેન્જ, એઝાથાયોપ્રીન અથવા માયકોફિનોલેટ વાપરવામાં આવે છે. એ.આઇ.ડી.પી.ની ટ્રિટમેન્ટ માફક ક્વચિત્ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ વાપરી શકાય. (૨) આ અને આવી અનેક ન્યુરૉપથીમાં કસરત (ફિઝિયોથ૨પી) એ અત્યંત મહત્ત્વનું અંગ છે. જરૂર પડ્યે બ્રેસિસ, સ્પ્લિટ, બૂટ્સ અને અન્ય સહાયક સાધનથી દર્દીનું કામકાજ સરળ બને તેવું કરી શકાય. (૩) દુ:ખાવો થતો હોય તો દર્દશામક દવાઓ જરૂર મુજબ આપી શકાય. (૪) લાંબે ગાળે ક્યારેક નાની-મોટી સર્જરી કરીને દર્દીના સ્નાયુઓને વધુ કાર્યાન્વિત કરી શકાય જેથી કમજોર રહી ગયેલા સ્નાયુમાં વધુ ફાયદો કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy