SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૩) મલ્ટીફોકલ મોટર ન્યુરૉપથી : મોટર ન્યુરૉન ડિસિઝ જેવી દેખાતી આ બીમારીમાં શરીરની બંને બાજુ અલગ-અલગ ચેતાઓમાં અસમાન અસર થાય છે. આ રોગમાં ગામા ગ્લોબ્યુલિન તથા સાઇક્લોફોસ્ફામાઈડથી ફાયદો થાય છે, પણ સ્ટિરોઈડ્સ તથા પ્લાઝમા એક્સચેંજથી નહીં. મોટર ન્યુરૉન ડિસિઝમાં કોઈ સારવાર કામ નથી લાગતી. (૪) બેલ્સ પાલ્સી તથા બીજી ન્યુરૉપથી : આ એક વાઇરસથી થતો રોગ છે જે ફક્ત ચહેરાના સ્નાયુઓનો લકવો કરે છે જેને બેલ્સ પાલ્સી કહે છે. આમાં મગજમાંથી નીકળતી સાત નંબરની ચેતા પર સોજો આવે છે, જે મહદંશે પવન લાગવાથી, ચેપ લાગવાથી કે કાનમાં સડો થવાથી થાય છે. લક્ષણો : આંખ પૂરી બંધ ન થવી, મોં વાંકું થવું અને મોઢામાંથી એક બાજુ પરથી લાળ પડવી. ગાલ બરાબર ન ફુલાવી શકાય. ક્યારેક કાનની બુટ પાછળ દર્દ થવું, અવાજ વધુ સંભળાવો તથા જીભ પરનો સ્વાદ ઓછો થઈ જવો તેવું પણ થાય છે. જો તરત સારવાર શરૂ ક૨વામાં આવે તો ૯૦થી ૯૫ ટકા દર્દીઓને ૧થી ૨ મહિનામાં લગભગ સંપૂર્ણ સારું થઈ શકે છે. આના વાયરસ સામાન્ય રીતે એપસ્ટીન બા૨, હર્પિસ અને સાયટોમેગાલ વગેરે હોય છે. ક્યારેક બંને બાજુની સાત નંબ૨ની નસને સાથે જ અસર થાય છે પણ મોટે ભાગે એક જ બાજુને અસર થાય છે. કોઈ કેસમાં અસર લાંબો સમય રહી જાય છે અથવા એ જ રોગ વારેઘડીએ ઊથલો મારે છે અને ફરી ફરીને મોઢાનો લકવો થાય છે. (૫) ડાયાબિટીસથી થતી ન્યુરૉપથી : ડાયાબિટીસના દર્દીને લાંબે ગાળે ન્યુરૉપથી થઈ શકે. જેટલો ડાયાબિટીસ વધારે જૂનો અને જેટલું તેનું નિયમન ઓછું તેટલી જલદી ન્યુરૉપથી આવે. ડાયાબિટીસમાં અનેક પ્રકારની ન્યુરૉપથી થાય જેનાં લક્ષણો નીચે મુજબ છે ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy