________________
ન્યુરૉપથી (એ.આઈ.ડી.પી.) ઈ.એમ.જી./એન.સી.વી.
આમાં ઈ.એમ.જી. (સ્નાયુમાં સોય નાખી કરવામાં આવતી તપાસ) અને એન.સી.વી.(ચેતાઓની સંવેદનાવહનની ગતિ)ની તપાસ સામેલ છે. (આ તપાસ ન્યુરૉપથી ઉપરાંત માયોપથી તથા ન્યુરૉમસ્ક્યુલર જંક્શનના રોગો માટે ખૂબ જ મહત્ત્વની છે).
૨૧૭
આમાં નર્સોને વીજળીના માધ્યમથી ઉત્તેજિત કરીને તથા સ્નાયુઓને સાધારણ દર્દ આપનાર સોય દ્વારા તપાસ કરીને બંને વિશે સારી એવી માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
|
ન્યુરૉપથી એક્ઝોનલ છે કે ડિમાયલિનેટિંગ એ ખબર પડે છે, જેથી સારવારમાં ઘણો ફરક પડે છે.
ન્યુરૉપથી એક ચેતાથી છે, ઘણીબધી અલગ-અલગ ચેતાઓથી છે કે જનરલાઈઝડ ન્યુરૉપથી છે એ ખબર પડે છે.
કોઈ એક ચેતામાં જ રોગ હોય તો ચેતાના કયા ભાગમાં રોગ છે એ ખબર પડે છે.
ચેતા અને સ્નાયુઓને જોડતા ન્યુરૉ-મસ્ક્યુલર જંક્શનના રોગનું નિદાન પણ થઈ શકે છે.
સારવારઃ
રોગ પ્રાથમિક રીતે ચેતાનો છે કે સ્નાયુનો એ પણ ખબર પડી શકે છે.
Jain Education International
એ.આઇ.ડી.પી.ની સારવાર માટે બધા જ દર્દીઓને શરૂઆતનાં એક-બે અઠવાડિયાં માટે હૉસ્પિટલમાં દાખલ કરવાનું સલાહભર્યું છે. આ રોગની સારવાંર માટે ‘સ્ટિરૉઇડ’ જૂથની દવા દા.ત., મિથાઈલ પ્રેનિસોલોન, એ.સી.ટી.એચ. નામની દવાના ઉપયોગથી થતા ફાયદા વિષે મતમતાંતર ઊભો થવાથી તેના ઉપયોગને બદલે નવી દવાઓ આપવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org