________________
૨૧૫
ન્યુરૉપથી (એ.આઈ.ડી.પી.)
જ્ઞાનતંતુઓમાં નબળાઈ આવે છે. દર્દીના પગ પર પહેલી અસર થતી હોવાથી પગમાં ઝણઝણાટી કે બહેરાશ અને સામાન્ય નબળાઈ આવવાથી માંડીને હાથપગનો લકવો ઉપરાંત શ્વાસોચ્છ્વાસની જીવલેણ તકલીફ સુધીનાં લક્ષણો પણ આ રોગના દર્દીઓમાં જોવા મળે છે.
જ્ઞાનતંતુઓ(નસો)માં કોઈ કારણસર સોજો આવવાથી મોનોસાઇટ મેક્રોફેજ નામના કોષોનું પ્રમાણ વધે છે. એની પ્રતિક્રિયા રૂપે નસોનું માયલિન નામનું આવરણ નષ્ટ થઈ જાય છે અને જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે. એવું મનાય છે કે જ્ઞાનતંતુઓના આવરણ ‘માયલિન’ને પ્રતિકૂળ એવા એન્ટિબૉડી (પ્રતિદ્રવ્યો) ઉત્પન્ન થવાથી નસો નબળી પડવાની પ્રક્રિયા શરૂ થાય છે.
ઉપર્યુક્ત જણાવેલ પ્રક્રિયા શરૂ થવાનાં કારણો હજી સ્પષ્ટ થઈ શક્યાં નથી, છતાંય ૫૦%થી ૬૦% દર્દીઓમાં એ.આઇ.ડી.પી. થયા પહેલાં ગળા કે જઠરમાં કે આંતરડાના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જોવા મળે છે. તદુપરાંત હડકવા, ધનુવૉ કે પોલિયો જેવા રોગોની રસી લીધા પછી પણ અમુક દર્દીઓમાં આ રોગને મળતો આવતો રોગ જોવા મળે છે. આ સિવાય ક્યારેક નાની શસ્ત્રક્રિયાઓ પછીના અમુક સપ્તાહ સુધીમાં એ.આઇ.ડી.પી. થઈ શકે છે.
કોઈ પણ ઉંમરે જોવા મળતા આ રોગનું પ્રમાણ ૪૦થી ૫૫ વર્ષ સુધીમાં વધુ જોવા મળ્યું છે; એટલું જ નહીં પણ અમુક ઋતુઓ સાથે આ રોગને સંબંધ હોવાનું સંશોધનોના આધારે કહી શકાય છે. રોગની તીવ્રતાઉગ્રતા મુજબ આ રોગને સામાન્ય, મધ્યમ અને અતિતીવ્ર (ગંભીર) એમ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય.
આ રોગની શરૂઆતમાં દર્દીને પગમાં ઝણઝણાટી અનુભવાય છે, ખાલી ચડી જાય છે; ક્યારેક પગનો દુખાવો થાય છે, તો ઘણાં દર્દીઓને ચાલતાં ચાલતાં અચાનક લથડિયાં આવવા લાગે છે. બંને પગે લગભગ એકસાથે જ અસર થાય અથવા ક્રમશઃ વધતી નબળાઈથી છેવટે બંને પગ અને હાથ સંપૂર્ણપણે શિથિલ થઈને લકવામાં ફેરવાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org