SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ( મલ્ટિપલ સ્કૂલૈરોસિસ (MS) ) મગજ અને કરોડરજ્જુના રોગો કે જેમાં માયલિનના પડને કે વહાઈટ મેટરને નુકસાન થયું હોય તેવા રોગને ડિમાયલિનેટિંગ ડિસીઝ કહે છે. મનુષ્યના શરીરના ચેતાતંત્રના કોષોને કાર્ય તથા રચનાકીય દૃષ્ટિએ ગ્રે મેટર તેમ જ વ્હાઇટ મેટરમાં વિભાજિત કરવામાં આવે છે. વ્હાઇટ મેટરને ઇલેક્ટ્રિસિટીના વાયર સાથે સરખાવી શકાય જે ગ્રે મેટરના કોષોમાંથી ઉદ્ભવેલાં સ્પંદનો અથવા આજ્ઞાઓ ચેતાતંત્રના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું અગત્યનું કામ કરે છે. જેમ વીજળીના તારમાં ઈસ્યુલેશન માટે બહાર પડ હોય છે, તેમ વ્હાઇટ મેટરમાં માયલિનનું પડ હોય છે. વ્હાઈટ મેટર માયલિનને નુકસાન કરતા રોગોને ડિમાયલિનેટિંગ ડિસિઝ કહે છે. તેમાં સૌથી મુખ્ય, અતિ જટિલ અને તકલીફજનક રોગ તે મલ્ટિપલ ફ્લેરોસિસ. સાદી ભાષામાં કહીએ તો કોઈ અજ્ઞાત પ્રકારની એલર્જી અથવા ચેતાતંત્રની ચયાપચયની પ્રક્રિયામાં ગરબડ ઊભી થવાથી હાઈટ મેટરને નુકસાન થાય તેને ડિમાયલિનેશન અને ગ્લાઓસિસ કહે છે. અહીં ખાસ પ્રકારના, મગજ, કરોડરજ્જુ અને સવિશેષ આંખના જ્ઞાનતંતુઓની તકલીફનાં લક્ષણો-ચિહ્નો ઊભાં થાય છે. રોગ વિશે સામાન્ય માહિતી : - સ્ત્રીઓમાં આ રોગનું પ્રમાણ પુરુષો કરતાં બમણું છે. - તે સામાન્ય રીતે ૧૫થી ૫૦ની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. બહુ નાનાં બાળકોને તથા વૃદ્ધોને સામાન્ય રીતે થતો નથી. - આ રોગ સ્કૉટલૅન્ડ, ઉત્તર યુરોપ અને અમેરિકામાં વિશેષ જોવા મળે છે. વિષુવવૃત્તથી દૂરના પ્રદેશોમાં તે વધુ પ્રચલિત છે તેથી આપણા દેશમાં તેનું પ્રમાણ ઓછું છે, તેમજ જાપાન તથા દક્ષિણ આફ્રિકામાં નહિવત્ છે. કદાચ, બદલાયેલી જીવનશૈલીના કારણે આપણા ત્યાં આ રોગ વધી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy