SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો બહાર નીકળે છે. તે સમયાંતરે કરોડરજ્જુ પર દબાણ કરે છે અને લક્ષણચિહ્નસમૂહો ઊભાં કરે છે. જો દબાણ સીધું કરોડરજ્જુ પર આવે તો તેને માયલોપથી કહે છે. મોટાભાગના કેસોમાં ગરદનની (સર્વાઇકલ) કરોડરજ્જુને દબાણ થતું હોય છે. જેમકે C5-C6; C4-C5 જગ્યાએ થતી બીમારીને સર્વાઇકલ માયલોપથી કહે છે. તેવી જ રીતે ડોર્સલ (પીઠ) માયલોપથી પણ થઈ શકે. જો દબાણ ચેતા-નસ પર આવે એટલે કે સાઇડમાં આવે તો તેને રેડિક્યુલોપથી કહે છે, જેમાં જે તે નસ ૫૨ ઝણઝણાટી કે બળતરા અને દુખાવો થાય છે અને ત્યાં સંવેદના ઘટી શકે (સેન્સરી રેડિક્યુલોપથી) અને તેનાથી ઉત્તેજિત થતા સ્નાયુઓની કામગીરી ઘટતી જાય, તેટલા સ્નાયુ કમજોર થઈ જાય, સુકાઈ જાય (મોટર રેડિક્યુલોપથી). લમ્બર (કમર) વિભાગમાં કરોડરજ્જુ હોતી નથી તેથી નસો પર જ અસર આવે છે, જેમ કે રેડિક્યુલોપથી કે કૉડા ઈક્વાઈના સિન્ડ્રોમ. બાકીના કેટલાક કેસોમાં ગરદન કે કરોડમાં અન્ય જગ્યાએ ફક્ત દુખાવો જ થાય છે. આ દર્દ ઘણું પીડાકારક અને કોઈક વાર હઠીલું પણ હોય છે. યોગ્ય તપાસથી આનું નિદાન થાય. મુખ્ય ટેસ્ટ એમ. આર. આઈ. છે. ઘણી વાર આખી કરોડનો એમ. આર. આઈ. કરવો પડે છે કેમ કે સ્પોન્ડિલોસિસ ઘણી વાર એક સાથે એક કરતાં વધારે જગ્યાએ થઈ શકે છે, જેમ કે સર્વાઇકલ (ગરદન) તથા લમ્બર (કમર) સ્પોન્ડિલોસિસ. આ દર્દ ઉંમર અને ઘસારાને સંબંધિત હોવાથી તેનો અટકાવ કરવો અઘરો છે પણ ગરદનને ઝટકા ન લાગે, ગરદન પર જો બહુ બોજ ઉઠાવવામાં ન આવે અને જરૂર પડ્યે કૉલર પહેરી ગરદનનું હલનચલન ઘટાડવામાં આવે તો ઘસારો જરૂર ઓછો થાય. જ્યારે ચેતા-નસ ૫૨ કે કરોડરજ્જુ પર દબાણ વધુ આવે ત્યારે સાદી કસરતો તથા દુખાવાની દવાઓ તેમ જ જરૂર પડ્યે યોગ્ય કેસોમાં ટ્રેક્શન(ખેંચાણ)વાળી કસરતો કરાવી શકાય. ક્વચિત્ સ્ટીરોઇડ ગ્રૂપની દવાઓ પણ અનુભવી ડૉક્ટરો ઉપયોગમાં લેતા હોય છે. સર્જરીથી ઘણીવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy