SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સેરિબ્રલ પાલ્સી (સી.પી.) ઉપસંહાર : સી.પી.વાળાં બાળકોમાં ૩૩% સુધી બાળકોનો બુદ્ધિઆંક સારો હોય છે. તેઓ પ્રણાલિગત શાળામાં જઈ શકે છે. આ સિવાયનાં બાકીનાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં તાલીમ આપવી પડે છે. ૧૮૫ ખેદની વાત છે કે આવાં બાળકોનો જન્મ થવો તેને કુદરતનો અભિશાપ ગણવામાં આવે છે. સમાજ અને કુટુંબ માટે તે એક જવાબદારી અને સમસ્યા બની રહે છે. તબીબીવિજ્ઞાનનો આટલો વિકાસ થયો હોવા છતાં આપણે આવા કેસો અટકાવી શકતા નથી કે નંથી તેની યોગ્ય સારવાર થઈ શકતી. તેથી આપણા સહુની એ સામાજિક, નૈતિક અને માનવીય ફરજ બને છે કે આવાં બાળકોની સારવારઅને પ્રશિક્ષણ આપતી સંસ્થાઓ અથવા ફિઝિયોથૅરપી સેન્ટરોને યોગ્ય આર્થિક સહાય કરવી અથવા આવી નવી સંસ્થાઓ ઊભી કરવી અને શક્ય હોય તો આવી સંસ્થામાં થોડાક કલાકો ફાળવી બાળકોના વિકાસમાં મદદ કરવી તેમ જ તેમને યોગ્ય હૂંફ અને પ્રેમ આપવો. આવાં બાળકોને દયાની નહિ, સ્નેહ અને સહયોગની વધારે જરૂર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy