________________
સેરિબ્રલ પાલ્સી (સી.પી.)
૧૮૩ અને જિદ્દી પણ હોઈ શકે અને કેટલાકને ખેંચ પણ આવે છે. પરંતુ એ યાદ રાખવું ઘટે કે ઘણાં બાળકોને આ રોગ હળવા પ્રકારનો હોવાથી થોડો સમય જતાં બાળક લગભગ સામાન્ય થઈ શકે છે. પરંતુ જે બાળકોના ચારેય હાથપગ અસર પામેલા હોય, મગજમાં વધારે નુકસાન હોય અને બુદ્ધિઆંક ઓછો હોય તેમની સારવાર
અતિશય અઘરી હોય છે. નિદાન:
જન્મ પછી બાળકની ઉંમર પ્રમાણે વિકાસ થતો નથી તે માતાપિતાને સૌથી પહેલાં ખ્યાલ આવે છે. ગરદન ટટ્ટાર રાખવી, નજર ફેરવવી, પડખું ફેરવવું, બેસવું, ચાલવું વગેરે બાળક શીખતું નથી. બાળક જો મંદબુદ્ધિનું હોય તો માતા-પિતાને કે ઘરનાં સભ્યોને ઓળખતાં પણ શીખતું નથી. બાળકની વિગત જાણીને તથા તપાસ કરીને મહદંશે ડૉક્ટર નિદાન કરી શકે છે. બાળકના જન્મસમયની માહિતી જેમ કે, બાળકના રડવામાં વાર લાગવી, જન્મ પછી શ્વાસોચ્છવાસમાં તકલીફ અથવા તો બાળક જન્મીને ભૂરું પડી ગયું હોય તેવી કોઈ માહિતી હોય તો નિદાનમાં સરળતા રહે છે. જવલ્લે જ એમ.આર.આઈ. કે બીજી તપાસ કરાવવી પડે છે. સારવાર :
સેરિબ્રલ પાલ્સી માટે કોઈ જાદુઈ કે ચમત્કારિક દવા કે ઓપરેશન નથી પરંતુ આથી હતાશ થઈ જવાની પણ જરૂર નથી. આવા બાળકને વહેલામાં વહેલી તકે ખાસ પ્રકારની તાલીમ ચાલુ કરવી પડે છે. પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને અપાતી તાલીમને અલ ઇન્ટરવેન્શન (Early Intervention) કહે છે. આ તાલીમમાં બાળકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીચે જણાવેલા નિષ્ણાતોનો સમન્વય અને ફાળો જરૂરી છે : (૧) ડેવલપમેન્ટલ ફિઝિયોથેરાપિસ્ટ (૨) ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ (૩) સ્પીચ ઘેરાપિસ્ટ અને ઑડિયોલૉજિસ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org