SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ પરિબ્રલ પાલ્સી (સી.પી.) સેરિબ્રલ પાલ્સીના પ્રકારઃ (૧) સ્પાસ્ટિક સેરિબ્રલ પાલ્સી : સી.પી.નો આ સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્રકારમાં સ્નાયુઓ ખેંચાયેલા અને કડક રહે છે, પરિણામે અસર પામેલા હાથ-પગને વાળવામાં કે સીધા કરવામાં જોર કરવું પડે છે. પગની આંટી કે ચોકડી પડે છે. ઊભા રહેવામાં કે ચાલતી વખતે બાળક માત્ર પંજાનો જ ઉપયોગ કરે છે અને એડી ઊંચી રાખે છે. આની અસર શરીરના ક્યા અંગમાં થયેલી છે તેના આધારે પેટાપ્રકાર નીચે મુજબ છે : હેમીપ્લેજિયા જ્યારે અડધું અંગ એટલે કે એક બાજુના હાથ, તે જ બાજુના પગ અને તે જ બાજુના ધડના સ્નાયુઓમાં અસર દેખાય છે. ડાઈપ્લેજિયા બંને પગના સ્નાયુઓ પર અસર હોય અને ક્વચિત્ હાથમાં થોડી અસર જણાય. ક્વોડ્રીપ્લેજિયા : જ્યારે બંને હાથ અને બંને પગ તથા ધડના સ્નાયુઓને અસર દેખાય છે. (૨) ડિસકાઈનેટિક (ડિસટોનિક, એથિટૉઇડ) સેરિબ્રલ પાલ્સીઃ શરીરના અંગોમાં ઇચ્છા વગર જ હલનચલન થયા કરે છે; તેથી ઇચ્છા મુજબ કાર્ય કરવામાં તકલીફ થાય છે. શરીર ધનુષની જેમ વળી જાય છે અને મગજના નિયંત્રણમાં રહેતું નથી. (૩) એટેક્સિક સેરિબ્રલ પાલ્સી અને હાઈપોટોનિક સેરિબ્રલ પાલ્સી: શરીરનું સમતોલન જળવાતું નથી અને શરીરના સ્નાયુઓ ખૂબ ઢીલા રહે છે. શરીર જાણે કે રબરનું બનેલું હોય તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy