________________
(૧૫)(
સેરિબ્રલ પાલ્સી (સી.પી.)
દર હજારે આશરે ૨(બે) બાળકોને થતો આ લગભગ જન્મજાત પ્રકારનો મગજનો એવો રોગ છે કે જેમાં કાં તો બંને પગ અથવા તો હાથપગનો વિકાસ ખૂબ ધીમો પડી જાય છે, સાથે સાથે, કાંઈક અંશે માનસિક ખોડખાંપણ અને મગજમાંથી ઉદ્ભવતી ખેંચ પણ આવે છે. તેને કારણે આ રોગને સેરિબ્રલ પાલ્સી એવું નામ આપવામાં આવ્યું છે. આમ સેરિબ્રલ પાલ્સીનો ખરો અર્થ છે – વિકસતા મગજને નુકસાન થવું. આપણે અગાઉનાં પ્રકરણોમાં જોયું છે કે મગજના વિવિધ ભાગો અમુક ચોક્કસ મનોશારીરિક ક્રિયાઓનો પ્રારંભ તથા નિયંત્રણ કરે છે. હવે, મગજના જે ભાગને નુકસાન થયું હોય તે ભાગ દ્વારા નિયંત્રિત ક્રિયાઓ થવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ હકીકતના કારણે જ સેરિબ્રલ પાલ્સીવાળા બાળકમાં એક કે વધારે પ્રમાણમાં તકલીફ હોય છે. આથી બે સેરિબ્રલ પાલ્સીવાળાં બાળકોને તદ્દન અલગ અલગ પ્રકારની તકલીફ હોય તે શક્ય છે.
આ રોગની લાક્ષણિકતા એ છે કે તે ઉંમર વધતાં તેમાં ધીરે ધીરે સુધારો થતો જાય છે, રોગ વધતો કે વકરતો નથી. આમ જે રોગ ધીરે ધીરે વધતો-બગડતો જાય છે તે રોગ સેરિબ્રલ પાલ્સી હોતો નથી. કારણ:
કેટલાક કેસોમાં આ રોગ જન્મસમયે અપૂરતા ઓક્સિજનના કારણે થાય છે. બાકીના મોટા ભાગના કેસોમાં ગર્ભના વાતાવરણ અથવા વિકાસમાં ખામી ઉત્પન્ન થવાથી આવું થઈ શકે છે. જવલ્લે જ આનુવંશિક કારણ હોઈ શકે. આપણે જોયું તેમ સેરિબ્રલ પાલ્સી એ મગજને થયેલા નુકસાનને કારણે છે. આ કારણોને આપણે મુખ્યત્વે
ત્રણ ભાગમાં વહેંચી શકીએ : (અ) જન્મ પહેલાં (ગર્ભાવસ્થા દરમિયાન):
(૧) અધૂરા મહિને બાળકનો જન્મ થવો. (૨) ગર્ભાવસ્થાની શરૂઆતમાં માતાને વાયરસનો ચેપ લાગવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org