SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧)( નિદ્રા-વિકાર અને સારવાર ) નિદ્રા એટલે કે ઊંઘ એ દરેક પ્રાણીની ખોરાક, પ્રજોત્પત્તિ વગેરે જેવી એક મૂળભૂતવૃત્તિ/પ્રાથમિક જરૂરિયાત છે. આપણે આપણા જીવનનો આશરે ત્રીજો ભાગ ઊંઘમાં પસાર કરીએ છીએ. નિદ્રા થકી આપણા શરીરને આરામ, શક્તિ અને ઉત્સાહનો સંચાર થાય છે, શરીરના જે કોષો ઘસાયા હોય તેની મરમ્મત નવસર્જન થાય છે, યાદશક્તિ દઢ બને છે અને આપણી શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે છે. આમ નિદ્રા એ આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ પણ ગણાવી શકાય. સ્વપ્ન એ નિદ્રાની જ એક ગૂઢ સ્થિતિ છે જેને અધિકૃત રીતે હજી સુધી પૂરેપૂરી સમજી શકાઈ નથી. આમ તો નિદ્રા એ સભાનતા અને બેભાનપણું એ બેયથી જુદી અવસ્થા છે. પણ પ્રયોગો, લેબોરેટરી ટેસ્ટ અને નિદ્રા અંગેના અભ્યાસો પરથી જણાય છે કે નિદ્રા એ સભાનાવસ્થાનું જ અન્ય રૂપ છે. આપણા જીવનમાં નિદ્રાનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે, છતાં પણ મહદ્ અંશે તેની અવગણના થયેલી છે. નિદ્રાના વિકારો-રોગોનું યોગ્ય નિદાન થતું નથી તેથી આવા રોગીની સંપૂર્ણ સારવાર પણ યોગ્ય રીતે થતી નથી. આથી સમગ્ર જનસમુદાયની કાર્યક્ષમતા તથા સ્વસ્થતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સારી ઊંઘ આપણને રોગોથી દૂર રાખે છે, નિદ્રા નાદુરસ્ત તબિયત વખતે આપણને આરામ પ્રદાન કરે છે અને તનાવના સમયમાં ભાવનાશીલ રાહત આપે છે. નિદ્રા વિકારને કારણે, દિવસ દરમિયાન તંદ્રાવસ્થામાં હોવાને કારણે ઘણા સડક માર્ગ અકસ્માતો પણ થાય છે, એ જાણીતી વાત છે. જો દર્દીની નિદ્રા અંગેની તકલીફોનાં વર્ણનને વધારે ધ્યાનથી સાંભળવામાં સમજવામાં આવે તો તેના મોટા ભાગના વિકારોને સમજી શકાય છે અને તેની યોગ્ય સારવાર કરી શકાય છે. જ્યારે દર્દીને નિદ્રા દરમ્યાન, શ્વાસમાં ગૂંગળામણ થતી હોય અથવા ઊંઘમાં ખેંચ આવતી હોય ત્યારે જ ખાસ લેબોરેટરીમાં વધારે ચીવટભરી તપાસની જરૂર પડે છે. આ પ્રકરણમાં નિદ્રા અને તેને લગતા વિકારોની સંક્ષિપ્ત જાણકારી આપવાનો. આ પ્રકરણમાં પ્રયત્ન કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy