________________
૧૩૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો
આટલું જરૂર જાણો
• મતિભ્રંશ-સ્મૃતિભ્રંશ રોગમાં વ્યક્તિની યાદશક્તિ, વિચાર-શક્તિ
અને ભાષા તથા વ્યવહારમાં ખામી ઉત્પન્ન થાય છે.
સ્મૃતિભ્રંશનાં કારણો અનેક છે, પરંતુ મોટા ભાગનાં (૮૦%) દર્દીઓમાં આલ્ઝાઇમર્સ અને વાસ્કયુલર ડિમેન્શિયા જોવા મળે .
આલ્ઝાઈમર્સ ડિમેન્શિયામાં ભાષાની તકલીફ, યાદશક્તિનો ઘટાડો, ડિપ્રેશન, રોજબરોજના વ્યવહાર કરવામાં અસમર્થતાથી રોગ વધીને અંતમાં દર્દી સંપૂર્ણપણે પરાવલંબી બની જાય છે. આ રોગની નિશ્ચિત દવાઓનું સંશોધન હજુ સુધી સંપૂર્ણતઃ સફળ થયું નથી, પરંતુ રોગનાં લક્ષણોની તીવ્રતા ઘટાડી શકે
તેવી દવાઓ ઉપલબ્ધ છે. • મગજની કાર્યક્ષમતા વધારવા માટે તણાવનું નિયંત્રણ કરવું,
ધ્યાન અને યોગની સાધના કરવી, પૂરતી ઊંઘ લેવી, નશીલા પદાર્થો (દ્રવ્યોનું સેવન બંધ કરવું. શારીરિક અને માનસિક વ્યાયામ કરવો, સમતોલ આહાર લેવો અને હકારાત્મક અભિગમ અપનાવવો ખૂબ જ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org