SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો નિદ્રાનું બંધારણ-તંગઆયોજન અને તેના તબક્કા(Organisation and Stages of Sleep) : નિદ્રાનું તંત્ર આયોજન તથા તેની જુદી જુદી અવસ્થાઓ : નિદ્રા-ઊંઘ એ ૨૪ કલાકની દૈહિક-જૈવિક ઘડિયાળ (circadian rhythm) આધારિત મૂળભૂત પ્રક્રિયા છે. એક દિવસમાં નવજાત શિશુને ૧૬થી ૨૦ કલાક નિદ્રાની જરૂર હોય છે. બાલ્યાવસ્થામાં એક દિવસમાં ૧૦થી ૧૨ કલાક નિદ્રાની જરૂર પડે. દસ વર્ષના બાળકને એક દિવસમાં ૯થી ૧૦ કલાક નિદ્રાની જરૂર પડે. પુખ્ત વયની વ્યક્તિને એક દિવસમાં ૭થી ૭૧, કલાકની નિદ્રા જરૂરી છે. વૃદ્ધ વ્યક્તિને એક દિવસમાં ૬૧, કલાકની નિદ્રા જરૂરી છે. rasco que a HURMA) NREM (Non-Rapid Eye Movement) Sleep dell REM (Rapid Eye Movement) Sleep aeis quia નિદ્રાના શરૂઆતના સમયમાં જ વ્યક્તિ ઓછામાં ઓછી એક વાર NREMની એક એવી અવસ્થામાંથી પસાર થાય છે કે જે સમયે આંખની હલનચલનની ગતિ બહુ ઝડપી નહીં તેવી હોય છે. NRHM નિદ્રાની કુલ ચાર અવસ્થાઓ હોય છે. NREM સ્થિતિ પછી REM અવસ્થા જોવા મળે છે. જે દરમિયાન આંખોની ગતિ બહુ ઝડપી હોય છે. NREM અને REM અવસ્થા નિદ્રા વખતે ૪થી ૬ વાર વારાફરતી ફરી ફરીને થતી હોય છે NREM અવસ્થા સમયે આંખો પટપટે છે. પાંપણો થોડી ઢળેલી હોય છે અને આંખની કીકી ઝીણી થઈ જાય છે. REN અવસ્થામાં શરીરના સ્નાયુઓ શિથિલ બને છે, પરંતુ આંખના ડોળા ઝડપથી ગતિશીલ બને છે, અને શ્વાસની ક્રિયા અનિયમિત થાય છે. નિદ્રાની પ્રક્રિયાનું જેવિક-રાસાયણિક પૃથક્કરણ : કેટલાક પ્રયોગોમાં જણાયું છે કે નિદ્રા લાવવાનાં ઉદ્દીપક તરીકે સીરોટીનીન નામનું તત્ત્વ કામ કરે છે, જ્યારે કેટેકોલામાઈન નામક તત્ત્વ જાગૃત અવસ્થા માટે જવાબદાર છે. REM તબક્કાની નિદ્રા માટે કોલીનર્જિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy