________________
૧૨૬
મગજ અને જ્ઞાનતંતુના રોગો કમ્યુટરના યુગમાં મગજને બહુ મહેનત કરવી પડતી નથી. તેથી મેમરી ગેઇમ કે શબ્દબૂહ રચના કે સુડોકુ જેવી મગજને કસતી (ન્યુરોબિક્સ) રમત રમવાની ટેવ પાડો. યાદશક્તિ વપરાય નહીં તો નકામી છે માટે યાદશક્તિનો ઉપયોગ કરો. દા.ત., ખરીદી કરવા જાવ ત્યારે લિસ્ટ બનાવવાનું ટાળો, ટેલિફોન નંબરો યાદ રાખો અને મિત્રો-સંબંધીઓની જન્મતારીખ યાદ રાખવાની ટેવ પાડો. ઓછામાં ઓછું તમારા કુટુંબના સભ્યોની જન્મતારીખ યાદ રાખો. એ હકીકત છે કે યાદશક્તિ વધારવા માટેનો કોઈ રામબાણ ઇલાજ નથી. મગજ અને શરીરને વ્યાયામ પૂરો પાડવાથી મગજની શક્તિ વધે છે.
સાંજના ખાણામાં પણ ચરબીવાળા પદાર્થો ઓછા લેવા. શરીરને કેલ્શિયમ વધુ મળે તેવું આયોજન કરો. દૂધ-કેળાં અને સૂકા મેવાને પ્રાધાન્ય આપો. મગજને વ્યાયામની જરૂર છે તેટલી જ આરામની પણ જરૂર છે. પૂરતી ઊંઘ મળે તે અતિ જરૂરી છે. ઊંઘ દરમિયાન પણ મગજ સક્રિય હોય છે. દિવસ દરમિયાનના અનુભવોમાંથી ગુડનાઈટ-શુભરાત્રિ માટેનાં કારણો શોધી, પોઝિટિવ વિચારો કરી નિરાંતે સૂઈ જવું. આમ કરવું કંઈ અઘરું નથી.
આ ઉપરાંત યોગ અને ધ્યાનથી મગજની કાર્યક્ષમતા વધે છે તે તો એક વૈજ્ઞાનિક સત્ય છે જ. • મગજની કાર્યશક્તિ વધારવા આટલું અવશ્ય કરો: • તનાવનું નિયંત્રણ કરો, તનાવથી ચેતાકોષોમાં હાનિકારક
રસાયણો પેદા થાય છે; તેથી મગજ પ્રત્યે પ્રેમાળ કુમળું વર્તન રાખો. ધ્યાન અને યોગ મગજની કાર્યક્ષમતા અચૂક વધારે છે; તેથી તે
અવશ્ય કરો. • પૂરતી ઊંઘ મેળવો. ઓછી ઊંઘથી લાંબાગાળે મગજની કાર્યશક્તિ
અને યાદશક્તિ ઘટે છે. • તમાકુ, શરાબ અને દવાઓના રવાડે ચડશો નહીં, નશો મગજ માટે હાનિકારક છે.
For Private & Personal Use Only
Jain Education International
For
www.jainelibrary.org