SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ (૨) ડિફ્યુઝ લેવી બોડી ડિસીઝ (DLB) : આમાં રોગની શરૂઆતમાં જ યાદદાસ્ત ઘટવી, અશક્તિ લાગવી, ભ્રમણા થવી, સભાનતામાં નોંધપાત્ર વધ-ઘટ થવી વગેરે જેવાં લક્ષણો દેખાય છે અને ત્યાર બાદ પાર્કિન્સનનાં લક્ષણો ઉદ્ભવે છે. ચિત્તભ્રમ માટેની દવાઓની મોટા ભાગે આમાં ઉલટી અસર થતી હોય છે અને શરીર જકડાઈ જાય છે. (૩) પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિઅર પાલ્સી (PSP) : મગજ અને જ્ઞાનતંતુના રોગો શરૂઆતમાં પાર્કિન્સન જેવા લાગતા આ રોગમાં કડકપણું મુખ્યત્વે છાતી અને પીઠમાં ઉદ્ભવે છે (axial rigidity), જે પાર્કિન્સન ડિસીઝમાં હાથ-પગના સ્નાયુઓમાં ઉદ્દભવે છે. આંખોના સ્નાયુઓનું હલનચલન ઘટે છે (supranuclear palsy). વિશેષ તો આ રોગની શરૂઆતમાં દર્દી ચાલતાં-ચાલતાં વારંવાર પડી જતો હોય છે અને એના અવાજમાં ફરક પડી જાય છે. (૪) કોર્ટિકોબેઝલ ડિજનરેશન (CBD) : આમાં કંપવાત સાથેસાથે એક બાજુના હાથનું વિચિત્ર હલનચલન પણ થાય છે, (alien limb movements) અને એમાંથી સંવેદના પણ નાશ પામે છે. હાથમાં તાકાત હોવા છતાં એ હાથથી કાર્ય નથી થતું (apraxia). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy