________________
કંપવાત (પાર્કિન્સોનિઝમ)
આટલું જરૂર જાણો
મગજમાં રહેલ સબસ્ટેન્શિયા નાયગ્રા નામના કોષો કોઈ કારણવેશ ક્ષતિગ્રસ્ત થઈને નષ્ટ થાય છે ત્યારે ડોપામીન નામના મગજના મુખ્ય જૈવિક રસાયણનું ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે કંપવાત (પાર્કિન્સોનીઝમ)ની બીમારી થાય છે.
• મોટાભાગનાં દર્દીઓમાં ટ્રેમર (ધ્રુજારી) પહેલું લક્ષણ હોય છે. અન્ય લક્ષણોમાં સ્નાયુઓનું કડક થઈ જવું, કાર્ય કરવાની ગતિ ઘટી જવી, યાદશક્તિ ઘટી જવી, ડિપ્રેશન થવું, ચહેરાના હાવભાવ અદૃશ્ય થઈ જવા, મોઢામાંથી લાળ ટપકવી વગેરે જોવા મળે છે. આગળ જતાં દર્દી એક પૂતળા જેવો થઈજાય છે. પરંતુ સભાનતા અને બુદ્ધિચાતુર્ય છેલ્લા શ્વાસ સુધી ટકી રહે છે.
♦ લિવોડોપા, ડોપામીન એગોનિસ્ટ અને પેસિટેન વગેરે દવાઓથી આ રોગનાં લક્ષણો ઠીક થઈ શકે છે.
૦ આ રોગનાં ઉપચાર માટે હવે ઘણી સારી નવી દવાઓ ઉપલબ્ધ છે અને સર્જરી જેમ કે એબ્લેશન, સ્ટીમ્યુલેશન અને સેલ ટ્રાન્સપ્લાન્ટેશન વગેરે પણ ઉપયોગી છે. એટલે કે આ રોગનાં દર્દીઓને દવા અથવા ઓપરેશનથી ઘણું સારું થઈ શકે છે, પરંતુ દવા કાયમ લેવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫
www.jainelibrary.org