________________
આધાશીશી (માઈગ્રેન) અને માથાના અન્ય દુઃખાવા (શિરદર્દ)
એન્ટિહિસ્ટામિનિક, એન્ટિએન્સાયટી, એન્ટિકોલિનર્જીક, ફીનોથાયાઝિન દવાઓથી માંડીને ડાઇયુરેટિક તેમજ નવી દવાઓ જેવી કે ઓન્ડેનસેટ્રોન વાપરવામાં આવે છે. સાથે યોગ્ય કેસોમાં ખોરાકની સૂચના આપવામાં આવે. દા.ત., મીઠું ઓછું લેવું. વિશેષમાં ચક્કરને લગતી કેટલીક કસરતો પણ કેટલાક કેસમાં શીખવવામાં આવે છે.
આ બધું કરવા ઉપરાંત ક્યારેક વિશિષ્ટ પ્રકારની સર્જરી પણ લાંબા સમય ચાલતાં ચક્કરમાં ઉપયોગી નીવડે. ગાંઠવાળા કેસમાં તો ગાંઠ કઢાવવી જ પડે. મગજમાં રુધિરાભિસરણની ખામી હોય તો તેની પણ યોગ્ય સારવાર કરવી પડે.
૯૫
આ બધી ઉપચાર પદ્ધતિઓથી ચક્કરના ચક્કરમાંથી છૂટી શકાય, રાહત મેળવી શકાય.
નાના મગજને લગતી બીમારીઓ (Cerebellar disorders) વિષે સ્થળ સંકોચને લીધે વધુ વિવરણ થઈ શક્યું નથી. પણ ટૂંકમાં તેમાં પણ ગાંઠ, ચેપ, લોહી જામી જવું, હેમરેજ થવું તેવા રોગો થતા હોય છે અને નાનું મગજ સુકાવાની બીમારી (Cerebellar degeneration) પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિને થતી ઘણી વાર જોવા મળે છે. વધુ પડતા દારૂના સેવનથી કે આગળ પ્રકરણ ૧૭માં જણાવેલી મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારીથી અને કોઈ વાર કોઈ ધાતુના ઝેરથી (જેમ કે પારાનું સેવન) પણ નાનું મગજ બગડી શકે.
નાનું મગજ (Cerebellum) બગડે તા અસતુલન, ચક્કર, લથડિયા આવે, વાચા અસ્પષ્ટ બને તથા હાથનું સંતુલન પણ બગડે. જેમ કે પ્યાલો હાથમાંથી છૂટી જાય અથવા કોળિયો મોઢા સુધી લઈ જવાને બદલે હાથ તેને નાક પર અડાડી દે, બટન બંધ કરવાની કે તેવી નાની પણ ચોકસાઈવાળી ક્રિયાઓ ન થઈ શકે. અક્ષરો બગડે.... વગેરે. મોટા મગજને નુકસાન થાય તો લકવો આવે, નાના મગજને નુકસાન થાય તો અસંતુલન આવે અને વધુમાં ક્રિયાઓ ચોકસાઈવાળી ન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org