SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો આમાં કેટલાકને અચાનક આવતાં તથા થોડા સમય માટે રહેતાં ચક્કર હોય છે. કેટલાકને ચક્કર લાંબો સમય ચાલે અને કેટલાકને થોડી મિનિટો માટે ફરી ફરીને ચક્કર આવે. આ સૌમાં અંતઃકર્ણમાં થયેલી મુશ્કેલીવાળા ચક્કર વધુ અગત્યના છે. એ ક્યાં તો વેસ્ટિબ્યુલર ન્યુરોનાઇટિસથી થાય જેમાં વાઇરસથી (દા.ત. શરદીથી) અંતઃકર્ણમાં સોજો આવે અથવા તો લેબિરિન્થાઇટિસથી થાય જેમાં ચક્કરની સાથે કાનમાં બહેરાશ અને વિચિત્ર ઝનઝનાટી-સિસોટીવાળો અવાજ આવે. બન્ને પ્રકારમાં સાથે સાથે ઊલટી પણ થઈ શકે. ચક્કર સાથે બહેરાશ હોય તો હર્પિસ, લેબિરિન્થાઇટિસ, નાના મગજમાં લોહી ઓછું ફરવું કે ગાંઠ હોવી એવાં કારણોની તપાસ કરવી જોઈએ. ગાંઠ સામાન્ય રીતે એકોસ્ટિક ન્યુરૉમા નામની હોય છે, જેમાં ચક્કર, બહેરાશ, અસંતુલન, નાના મગજને લગતાં લક્ષણચિહ્ન વગેરે હોય છે, સાથે માથાનો દુખાવો - ઊલટી પણ થાય. એ જ રીતે મીનીઅર્સ ડિઝીઝમાં અંતઃકર્ણમાં સોજો આવે, પાણી ભરાય, જેનાથી ચક્કરની સાથે કાનમાં સિસોટીનો અવાજ આવે, કાન ભારે લાગે, બહેરાશ આવે અને ઊલટી પણ થઈ શકે. આ બધું થોડા કલાકથી માંડી થોડા દિવસ ચાલે અને પછી દર્દી સાજો થાય. આવા વારંવાર હુમલા થાય અને પછી બહેરાશ વધતી થાય ત્યારે સિસોટી ઘટતી જાય. આવા દર્દીઓએ મીઠું ઓછું લેવું જોઈએ અને કૉફી, ચોકલેટ ન લેવાં જોઈએ. વયસ્ક વ્યક્તિઓને વિશેષ થતા ચક્કરનું કારણ Benign Paroxysmal PositionalVertigo છે, જેમાં ઊભા થતાં, બેસતાં કે સૂતાં, પડખું ફરતાં, અમુક જ પોઝીશનમાં થોડીક સેકંડો માટે જ ચક્કર આવે. તેમાં સામાન્ય રીતે મગજમાં કોઈ ગંભીર તકલીફ હોતી નથી. ઉંમરલાયક વ્યક્તિઓમાં ઊભા થવાથી બ્લડપ્રેશર ઘટી જવાથી પણ ચક્કર કે અસંતુલનતા આવતી હોય છે જેને othostaticHypotension કહે છે. ચક્કરના દર્દીની સારવાર અગાઉ જોઈ ગયા તેમ અલગ અલગ કારણોને શોધી તેનો યોગ્ય ઉપચાર કરવાની છે. ચિક્કર માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy