________________
આ પુસ્તક દ્વારા જનતાના સ્વાથ્યજ્ઞાનની વૃદ્ધિ તેમ જ રોગો અંગેની જાગૃતિ આણવાનો નમ્ર પ્રયાસ હોઈ તેમાં તબીબી વિજ્ઞાનની દષ્ટિએ ઊંડાણભરી અને તજજ્ઞતાપૂર્ણ માહિતી આપેલી નથી, તેમ છતાં સામાન્ય વ્યક્તિને જરૂરી તેમ જ યોગ્ય તમામ માહિતી તેમાં મળી રહેશે તેવી આશા છે. જોકે આજ સુધીનાં નવાં સંશોધનો અને દવાઓને આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ નવી દવાઓનું રોજબરોજ સંશોધન ચાલતું જ રહે છે તેની નોંધ લેવી જોઈએ. આપમેળે અખતરા કરવા નહિ, પરંતુ તબીબી માર્ગદર્શન અંતર્ગત જ દવાઓ લેવાનું ઉચિત લેખાશે.
ખાસ તો એકાદ સામાન્ય લક્ષણ જણાતાં વાચકે પોતે ન્યુરોલોજિકલ બીમારીનો ભોગ બન્યો છે તેવા ભ્રમમાં આવી જવું નહિ.
બીજી ખાસ વાત એ છે કે ગુજરાતીની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે દર્દી અને તેનાં સ્વજનોને રોગની જાણકારી મળી રહે તે જ આશય હતો, પરંતુ લોકો સુધી આ પુસ્તક પહોંચતાં સૌએ મને સહર્ષ જણાવ્યું કે ફેમિલી ડૉક્ટર્સ, મેડિકલ ટુડન્ટ્સ, ફિઝિયોથેરપિસ્ટ, નર્સિસથી લઈને સાવ સામાન્ય માણસ માટે - એમ દરેક માટે આ પુસ્તકમાં કંઈક ને કંઈક અગત્યની તથા ઉપયોગી વાત જરૂર છે. આ જાણીને મને ખૂબ ખુશી થઈ છે. - આ પુસ્તક તૈયાર કરવામાં મારા ગુરુવર્ય ડૉ. શ્રી ગુણવંતરાય ઓઝા તથા ડી.એન.બી. ન્યુરોલોજીની મારી વિદ્યાર્થિની ડૉ. રઈસા વોરાએ મને ખૂબ મદદ કરી છે. સાથે જ મારા ક્લિનિકના સહાયક ફિઝિશિયન ડૉ. અમિત ભટ્ટ તથા મારી સુપુત્રી ચિ. હેલી શાહ (મેડિકલ ટુડન્ટ) પણ વિશેષ ધ્યાન આપ્યું છે. તે માટે હું એમનો પણ ઋણી છું. ડૉ. અતુલ પટેલે (એમ.ડી.) પ્રકરણ ૧૩માં એઈસ રોગની માહિતી વિશે કેટલાંક સલાહ-સૂચનો આપ્યાં છે. ન્યુરૉ-રેડિયોલૉજી પ્રકરણ દ્વારા ડૉ. હેમંત પટેલે (એમ.ડી. રેડિયોલોજી) સી.ટી. સ્કેન, એમ.આર.આઈ. અંગે સુંદર માહિતી આપી તે બદલ તેમનો આભાર. આ ઉપરાંત ન્યુરોસર્જરી પ્રકરણમાં વિશેષ માહિતી આપવા બદલ ન્યુરોસર્જન ડૉ. પરિમલ ત્રિપાઠીનો પણ આભાર. ઉપરાંત મારાં અર્ધાગિની ચેતના શાહનો ફાળો પણ અગત્યનો રહ્યો છે અને તેમના સહયોગથી જ સમયનો અભાવ હોવા છતાં તેમના ચોકસાઈભર્યા ટાઇમ-મૅનેજમેન્ટથી આ બધું વિસ્તૃત અને વ્યવસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org