SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ બહારથી અખરોટ જેવું દેખાતું મગજ અસંખ્ય ચેતાતંતુઓનું બનેલું છે. એક સેકન્ડના ૧૬મા ભાગમાં ત્વરિત નિર્ણયો લેતું મગજ સમગ્ર શરીરનું સંચાલનકેન્દ્ર છે. આવા સુપર કમ્પ્યુટર કરતાં પણ ચઢિયાતા એવા મગજ અને ચેતાતંત્ર અંગે ઘણાં સંશોધનો થયાં છે. સમગ્ર શરીરમાં મગજ ચેતાતંત્ર એક અતિ સંવેદનશીલ તંત્ર છે અને તેમાં ક્યાંય પણ ક્ષતિ થાય તો સમગ્ર શરીરને અસર પહોંચી શકે છે. અઢાર વર્ષથી અમદાવાદમાં મારા ક્લિનિક ‘ન્યુરૉલૉજી સેન્ટર'માં, વિખ્યાત વી. એસ. જનરલ હૉસ્પિટલ અને સ્ટર્લિંગ હૉસ્પિટલ અને જીવરાજ મહેતા હૉસ્પિટલમાં ગુજરાત તેમ જ અન્ય પ્રાંતનાં વિવિધ સ્થળેથી આવેલાં મારાં દર્દીઓની સારવાર કરતાં જણાયું કે દર્દીઓ તેમ જ તેમનાં સ્વજનો મગજનાં દર્દી અંગે માહિતી મેળવવા અતિ આતુર હોય છે. પ્રાદેશિક ભાષામાં આ અંગે કોઈ એક જ પુસ્તકમાંથી ઉપયોગી માહિતી મળે તેમ ન હતું; તેથી મગજ અને ચેતાતંતુઓને લગતા રોગો વિશે કાંઈક લખવું એવી સ્ફુરણા થઈ. સમયના અભાવે આ વાત ત્યાર બાદ વિસારે પડી ગયેલી. આકાશવાણી પરથી સપ્ટેમ્બર ૧૯૯૯ દરમિયાન સવારે ‘પહેલું સુખ’ કાર્યક્રમ તથા દૂરદર્શન પર ‘સ્વાસ્થ્યસુધા' કાર્યક્રમમાં મગજના કેટલાક રોગો અંગે મારાં પ્રવચનો ગોઠવાયાં. તેમાંથી મગજના મુખ્ય રોગો વિશે લખવાની પ્રેરણા થઈ. આમ આ પુસ્તકનો પ્રાદુર્ભાવ થયો. પ્રથમ આ પુસ્તક મેં મારી માતૃભાષા ગુજરાતીમાં લખ્યું, પછી અંગ્રેજી આવૃત્તિ ૨૦૦૨માં પ્રગટ કરી. આ બંને આવૃત્તિઓને સારો પ્રતિસાદ મળતાં ખૂબ જ ટૂંકા ગાળામાં બીજી બે આવૃત્તિઓ પ્રગટ કરી અને ત્યાર બાદ ૨૦૦૮માં સવિસ્તર માહિતી સાથે હિન્દી આવૃત્તિ બહાર પાડી. તેમાંથી આ નવી ગુજરાતી આવૃત્તિ તૈયાર થઈ. આ ગુજરાતી આવૃત્તિ તૈયાર કરવામાં ખાસ પ્રોત્સાહન તથા સહકાર માટે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી મુ. શ્રી રમણભાઈ વોરાએ અનન્ય રસ દાખવ્યો તે બદલ તેમનો હું અત્યંત ઋણી છું. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે પણ પુસ્તક તૈયાર કરવામાં યથોચિત સહયોગ આપ્યો છે, તેમનો સૌનો પણ આભાર. Jain Education International viii For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy