________________
લખી શકાયું છે. આ ઉપરાંત, શ્રી મુદ્રેશ પુરોહિત (સૂર્યા ઓફસેટ), જેમણે વ્યક્તિગત રસ લઈ સુંદર માવજત અને સહકારથી આ પુસ્તકની ચતુર્થ આવૃત્તિ તૈયાર કરી છે તે બદલ તેમનો ઘણો આભાર. સાથે સાથે, આ પુસ્તકના પ્રેરકબળ એવાં મારાં દર્દીઓને હું કેમ ભૂલી શકું?
આ પુસ્તક થકી જો થોડીક વ્યક્તિઓ પણ રોગ પ્રતિકાર અંગે જાગૃત થશે અને સમયસર રોગનિદાન થવાથી કંઈ નહિ તો થોડાક માણસોની પણ જિંદગી બચી શકશે તો મને આનંદાનુભૂતિ થશે, પરિતોષની પ્રાપ્તિ થશે. સાથે જ દર્દીને રોગ વિશે જરૂરી જાણકારી મળવાથી ડૉક્ટર અને પેશન્ટના સંબંધોમાં આ પુસ્તકથી પ્રેમ અને વિશ્વાસ વધશે એવી મને શ્રદ્ધા છે. મને આ પ્રકાશનમાં પ્રેરણા અને માર્ગદર્શન અર્પનાર સૌનું ભાવભીનું સ્મરણ કરી કૃતાર્થતાની લાગણી અનુભવું છું.
ખાસ કરીને મારા ગુરુવર્ય ડૉ. હર્ષદભાઈ જોષી, ડૉ. પી. એમ. દલાલ, ડૉ. અરુણ શાહ, ડૉ. ભીમ સિંઘલ, ડૉ. પ્રવીણ શાહ, ડૉ. ફ્રેન્ક યાત્સુ (હ્યુસ્ટન), ડૉ. નાયલ ક્વીન (લંડન), તથા ડૉ. શિમોન શોરવોન (લંડન), જેમણે મને ન્યુરૉલોજીનું શિક્ષણ આપ્યું એ સૌને હું નતમસ્તકે પ્રણામ કરું છું.
આપણા સ્વાતંત્ર્ય દિને આ ગુજરાતી આવૃત્તિ રાષ્ટ્રને અર્પણ કરતાં હું ગૌરવ અનુભવું છું.
અંતમાં, પરમકૃપાળુ પરમાત્મા સર્વનું કલ્યાણ કરે તેવી શુભેચ્છા સહ... તા. ૧૫ ઑગસ્ટ, ૨૦૦૯
ડૉ. સુધીર વી. શાહ સ્વાતંત્ર્ય દિન
એમ.ડી., ડી.એમ. (ન્યુરૉલૉજી) અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org