________________
શ્રી મહાવીરકથા અને વને આપેલાં હતાં. બુદ્ધ ત્યાં વારંવાર જતા આવતા, અને ઉપદેશ આપતા. લિચ્છવીઓ બુદ્ધ અને મહાવીર પહેલાંના જમાનામાં પોતાનાં ચઢ્યામાં કાની પૂજા કરતા તે નક્કી કહી શકાતું નથી, પરંતુ લિચ્છવીઓનું રાજ્ય સમ્રાટ જનકની સુપ્રસિદ્ધ મિથિલાનગરીવાળું રાજ્ય હતું, એટલે તેમાં બ્રાહ્મણ ધર્મી યજ્ઞયાગ, ઉપાસના આદિ પ્રચલિત હેવાં જોઈએ,
ભગવાન પાર્શ્વને જનધર્મ પણ વૈશાલીમાં પ્રચલિત હતો તે વસ્તુ આચારાંગના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે. તેમાં જણાવ્યું છે કે, મહાવીરનાં માતપિતા પાર્શ્વનાં અનુયાયી હતાં
અને શ્રમણોપાસક હતાં. મહાવીરના ધર્મોપદેશ પછી તે લિચ્છવીઓના દેશમાં તથા મગધમાં જૈનધર્મ સારી પેઠે પ્રચાર પામ્યો હતો તે વરતુ બૌહગ્રંથમાંથી પણ જણાઈ આવે છે.
૧. કુટાગારશાલા, ચાપાલચત્ય સામત્ય, બહુપુત્ય, ગૌતમ, કપિનuત્ય, મરકટ–દ-તીર–ચત્ય, આમ્રપાલી ગણિકાનું આમ્રવણ, બાલિકારામ વગેરે.
૨. વજજરાજાઓના કુળના અંજનવનીચ, વજીપુર, સંભૂત, વગેરેને તથા પ્રશ્ન પૂછનારા મહાલિ, અભય, સમંદક, ઉગ્ર, સાહ, નદા, ભકિય વગેરે લિચ્છવીઓને, તથા લિચ્છવી સ્ત્રીઓમાં જેન્તી કે જેન્તા, વાચિઠ્ઠી, વગેરેને ઉલેખ બૌદ્ધ માં મળે છે. ક્ષત્રિ કલે. પા. ૮–૧૦૪,
૩. વિનયપિટકના મહાવગ્નમાં લિચ્છવીઓને સેનાપતિ નિર્ગથ જ્ઞાતપુત્રનો શ્રમણે પાસક હતું તેવો ઉલ્લેખ છે. ચુલસચ્ચક સુત્ત (મઝિમનિકાય)માં નિર્ગથપુત્ર સચ્ચકને ઉલ્લેખ છે.
૪. અહીં આગળ એટલું નોંધતા જઈએ કે, લિચ્છવી જતિને વંશ તરીકે ઉલ્લેખ ઈ. સ.ના ચોથા સૈકા સુધી મળે છે. સમુદ્રગુપ્ત મીય પિતાને બહુમાનપૂર્વક “લિછવિ-દૌહિત્ર” તરીકે ઓળખાવે છે. અર્થાત તેની માતા કુમારદેવી લિચ્છવી રાજકુમારી હતી.