________________
થી મહાવીર કથા સંભળાવતા હતા, ત્યાં આપે. તેને આવેલ જેમાં ભગવાને તેને તેના મનને સંશય કહી બતાવ્યો, અને પૂછ્યું કે, એ વાત યથાર્થ છે કે કેમ? કાલેદાયીએ તેની હા પાડી. પછી ભગવાને તેને કહ્યું કે, “હું એ પ્રમાણે પાંચ અસ્તિકા પ્રરૂપું છું. “પોતે નહીં જોયેલી, નહીં સાંભળેલી, નહીં સ્વીકારેલી કે નહીં જાણેલી વસ્તુ, હેતુ, પ્રશ્ન કે ઉત્તરને હું ઘણું માણસ વચ્ચે કહેતો નથી. એવી ઘણી વસ્તુઓ છે કે, જેમને આપણે ઈદ્રિયથી દેખી – જાણી શકતા નથી, પરંતુ તેમનાં કાર્ય દ્વારા જેઈ– જાણું શકીએ છીએ. પવન વાય છે, પણ લેકે તેનું રૂપ જોઈ શક્તા નથી. ગંધ ગુણવાળાં પુદ્ગલ છે, છતાં તેમનું રૂ૫ લોકે જોઈ શક્તા નથી; અરણિના કાઇમાં અગ્નિ છે, છતાં તે અમિનું રૂપ લેકે જોતા નથી. સમુદ્રને પેલે પાર રૂપે છે, પણ બધા લોકો તેમને જોતા નથી. દેવલોકમાં પણ પદાર્થો છે, પણ સૌ કોઈ તેમને જોતા નથી. પરંતુ સામાન્ય લેકે જેને ન જાણે કે દેખે, તે બધું ન હોય, તે ઘણું વસ્તુઓનો અભાવ થઈ જાય” ! ”
કાલોદાયીને આ જવાબથી સંતોષ થયો. પછી તેણે કેટલાક સાધુઓ તેજોલેસ્યા છેડે છે, તેના સ્વરૂપ વિષે પ્રશ્ન પૂછવો, તથા જીવનમાં અશુભફલ સહિત પાપકર્મ જડ શરીરને લાગે
જ એક અવતરણચિહનમાં મૂકેલે ભાગ એ જ પ્રશ્નના ઉત્તરમાં કાલોદાયી વગેરેને મને આપેલા તથા ભગવાને અભિનંદેલા જવાબમાંથી છે (ભગવત, શતક ૧૮, ઉદે. ૭). મફક એ રાજગૃહને ધનિક શ્રાવક હતો. કાલેદાયી વગેરેએ અસ્તિકાય સંબંધી પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેણે આ જવાબ વડે તેમને નિરુત્તર કર્યા હતા. તેણે આપેલા જવાબનું ભગવાને અભિનંદન કર્યું હતું. મકક છેવટ સુધી સાધુ થયો નહતું : પરંતુ અંતે સાઠ ટંક ઉપવાસ કરી મરણ પામ્યા હતા, અને દેવગતિ પામ્યા હતા.
૧. ભગવે શતક ૭, ઉદ્દે ૧૦.