________________
અતિમ પર વર્ષે સિવાયના પર્વતે, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળ તથા રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ, તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊચાં અને નીચાં સ્થળો સરખાં થશે.
વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગાર જેવી, છાણના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી, અગ્નિ સરખી, બહુ રજવાળી, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણું કદાવ-- વાળી, અને પ્રાણુઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે.
તે વખતે ભારતવર્ષનાં મનુષ્ય ખરાબ રૂપવાળાં, ખરાબ વર્ણવાળાં, ખરાબ ગંધવાળાં, દુષ્ટ રસવાળાં, ખરાબ સ્પર્શવાળાં, અનિષ્ટ, અમનેz (મનને ન ગમે તેવાં), હીન સ્વરવાળાં, દીન સ્વરવાળાં, અનિષ્ટ સ્વરવાળાં, મનને ન ગમે તેવા સ્વરવાળાં, જેનાં વચન અને જન્મ અગ્રાહ્ય છે તેવાં, નિર્લજજ, કુટ-કપટકલહ-વધબંધ અને વેરમાં આસક્ત, મયદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતાપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી રહિત, બેડેન રૂપવાળાં, વધેલા નખ-કેશદાઢી-મૂછ અને રામવાળાં, કાળાં, અત્યંત કઠોર, શ્યામ વર્ણવાળાં, છૂટા કેશવાળાં, ઘેળા કેશવાળા, બહુ સ્નાયુથી બાંધેલ હોવાને લીધે દુર્દર્શનીય રૂપવાળાં, વાંકાં અને કરચલીઓવાળાં પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવાં, શ્યા અને સડી ગયેલા દાંતની શ્રેણિવાળાં, જેમને ડેક પાછળ ભાગ અને મુખ ભયંકર છે તેવાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વિલિઓથી વિકૃત થયેલાં, ખસ અને ખરજથી વ્યાસ, કઠણ અને તીકણું નખ વડે ખજવાળવાથી વિકૃત થયેલાં, દરાજકાઢ અને કોળિયાવાળાં, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઊષ્ટ્રાદિના જેવી ગતિવાળાં, સાંધાના વિષમ બંધનવાળાં, યોગ્ય સ્થાને નહીં ગોઠવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકાંવાળાં, દુર્બળ, ખરાબ બાંધાવાળાં,