________________
૧૭ અંતિમ પંદર વર્ષે મિથિલામાં ચાતુર્માસ પૂરા કર્યા બાદ, ભગવાન પશ્ચિમ તરફના દેશમાં વિચારવા લાગ્યા. આ પ્રવાસ દરમ્યાન તે શ્રાવસ્તી, અહિચ્છત્રા, હસ્તિનાપુર, મેકા વગેરે નગરે તથા નગરીઓમાં પધાર્યા હતા. શ્રાવસ્તી નગરીના પ્રવાસ વખતે તેમના શિષ્ય ગૌતમને પાર્શ્વનાથની પરંપરાના કેશીકુમાર શ્રમણ સાથે વાર્તાલાપ થયો. પાર્શ્વનાથ અને મહાવીર એ બંને જન તીર્થકરો ગણાયા હોવા છતાં, તે બેના સિદ્ધાંતમાં કેટલાક ફેર શાથી છે, એ બાબતની પ્રમાણભૂત ચર્ચા એ વાર્તાલાપમાં મળતી હેઈ, ઉત્તરાધ્યયન સૂત્રમાં સંઘરાયેલે તે ભાગ નીચે ઉતાર્યો છે.
૧. ગૌતમ અને કેશી જિન તીર્થંકર પાર્શ્વનાથના વિદ્યા અને આચરણમાં પારગામી એવા કેશકુમાર નામે મહાયશસ્વી શ્રમણશિષ્ય હતા. તે એક વખત ફરતા ફરતા શ્રાવસ્તી આવી પહોંચ્યા, અને હિંદુક ઉદ્યાનમાં યોગ્ય સ્થળ જોઈને ઊતર્યા. તે અરસામાં જિન ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ પણ તે જ નગરીમાં આવી પહોંચ્યા, અને કોઇક ઉલ્લાનમાં ઉચિત સ્થળે ઊતર્યો.
તે બને ત્યાં રહેતા હતા તે વખતે બંનેના શિષ્યસમુદાયમાં એ વિતર્ક ઊભો થયો કે, “વર્ધમાને ઉપદેશેલે પંચ મહાવ્રતવાળો આ ધર્મ કેવો, અને મહામુનિ પાર્શ્વ ઉપદેશેલે ચાર મહાવતવાળે આ ધર્મ કે? વળી અચલક-વસ્ત્રરહિત રહેવાને
૧. પાર્શ્વના ઉપદેશમાં બ્રહ્મચર્યવ્રતને અપરિગ્રહવ્રતમાં સમાવી લઈ, ચાર જ મહાવ્રત ગણાવાતાં.