________________
*
એકવીસથી ચાવીસમા અપીનાં વર્ષો નિર્ણય કર્યો હતો. અત્યારે પણ શ્રમણભગવાન મહાવીર પાસે તે બધા નિયમો લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને સર્વ પ્રકારની પીવાની વસ્તુને, સર્વ પ્રકારનાં મેવા—મીઠાઈને, અને સર્વ પ્રકારના મસાલા સુખવાસને- એમ ચારે જાતના આહારને જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઇષ્ટ, કાંત અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસે શ્વાસે ત્યાગી દઈશ.” આ પ્રમાણે તેમણે ખાનપાનને ત્યાગ કરી ઝાડની પેઠે સ્થિર રહી • ટંકે વિતાવી. અંતે તે મૃત્યુ પામી દેવગતિ પામ્યા.
[ભગવતીસત્ર શતક ૨, ઉદ્દે ૧] . નલિપિતા અને સાલિપિતા ભગવાન હવે શ્રાવસ્તી તરફ આગળ વધ્યા. તે નગરીમાં નંદિનીપિતા અને સાહિપિતા નામના ગૃહસ્થ રહેતા હતા. તે બંને પાસે ચાર-ચાર હિરણ્યકેટીઓ નિધાનમાં, ચાર-ચાર વ્યાજે, અને ચાર-ચાર ઘરવાપરમાં હતી. ઉપરાંત ચારચાર બજો હતા. નંદિનીપિતાની ભાર્યાનું નામ અશ્વિની, અને સાહિપિતાની ભાર્યાનું નામ ફાગુની હતું. તેઓએ આગળ આવી ગયેલી આનંદ વગેરે ગૃહસ્થોની કથાઓ મુજબ ભગવાન પાસેથી ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અને તે સ્થિતિમાં ૨૦ વર્ષ ગાળી અંતે મારણાંતિક સંખના દ્વારા જીવનને અંત લાવી દેવગતિ પ્રાપ્તિ કરી. (“દશ ઉપાસકો’ અ૦ ૯, ૧૦)
[૨૩ મું ચોમાસું ] આ વર્ષે મહાવીરે ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યો.
૭. સૂર્ય-ચંદ્રનું અવતરણ વાણિજયગ્રામમાં ચોમાસું વ્યતીત કરી, ભગવાન બ્રાહ્મણ કુંડ તરફ ચાલ્યા, અને હુતિ પલાશક ચેત્યમાં ઊતર્યા. ત્યાં આગળ જમાલીએ પોતાના શિષ્ય પરિવાર સાથે મહાવીરથી સ્વતંત્ર રીતે વિહાર કરવા મહાવીરની પરવાનગી માગી, અને તેમના મૌન