________________
અનાીિ એક માળનું નિયત
અ
૩૪૮
શ્રી મહાવીર કથા તેને કહ્યું, “હે કુંડલિક, મંખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે; તેમાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, કે પુરુષકાર–પરાક્રમ નથી; તેમજ બધા ભાવે નિયત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રાપ્તિ સુંદર નથી; કારણ કે તેમાં ઉત્થાન, કર્મ બલ, વીય અને પુરુષકાર-પરાક્રમ છે.'
કુંડલિકે તેને જવાબ આપ્યો, “હે દેવ ! જે તારું કહેવું સાચું હોય, તે આ પ્રકારની દિવ્ય દેવશ્રી, દેવવ્રુતિ અને દિવ્ય દેવપ્રભાવ તે ઉત્થાનાદિથી મેળવ્યાં છે કે, અનુત્થાનાદિથી મેળવ્યાં છે, તેને તું મને જવાબ આપ.'
દેવે કહ્યું, મને એ બધું મળવું નિયત જ હતું, એટલે એ બધું મેં અનુત્થાનાદિથી મેળવ્યું છે, એમ જ કહેવાય,
કુંડકાલિકે જવાબ આપ્યો, “જે આવી દિવ્ય દેવશ્રી અનુત્થાનાદિથી જ મળતી હોય, તો જે જીવો ઉત્થાન, બલ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમ વિનાના છે, તેઓ બધાને પણ તારા જેવી દિવ્ય દેવશ્રી મળવી જોઈએ. પરંતુ તેને બદલે તે જ તો હીનતા અને પામરતામાં સબડતા જ જોવામાં આવે છે. એટલે તું જે કહે છે કે, મંખલિપુત્ર ગશાલકનો સિદ્ધાંત સુંદર છે, અને શ્રમણ ભગવાન મહાવીરનો સિદ્ધાંત અસુંદર છે, એ વાત મિથ્યા છે.'
કુંડલિકને આ જવાબ સાંભળી, પેલો દેવ નિરુત્તર થઈ ગયો, અને તેનું ચિત્ત ડહોળાઈ ગયું. તેથી કાંઈ પણ કહ્યા ર્યા વિના તે સીધો રવાના થઈ ગયો !
૩. સદાલપુત્ર ભગવાન જ્યારે પોલાસપુરમાં પધાર્યા તે વખતે તેમને પિતાને આજીવિકાના ઉપાસક સદાલપુત્ર નામના એક તવંગર કુંભાર ગૃહસ્થ સાથે આ જ જાતની ચર્ચામાં ઊતરવું પડ્યું. તે પ્રસંગ પણ “ઉપાસકદશા' સત્રમાં જ (અ) ૭)ોંધાયેલ છે.