SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ३२७ અઢારમું, ઓગણીસમું, અને વીસમું વ . આમ ગેાશાલક જ્યારે આઈકને સમજાવવામાં ન ફ્રાબ્વે, ત્યારે તે તેને પડતા મૂકી રસ્તે પડશે. આકમુનિ હવે આગળ ચાલ્યા. માર્ગોમાં હસ્તિતાપસેના આશ્રમ આભ્યા. તે લાકા એક મેાટા હાથીને મારી, તેનું માંસ સૂકવીને તેના ઉપર ઘણા દિવસે નિર્વાહ કરતા. તેઓ આકને પેાતાના પંથમાં ભેળવવા, પેાતાનું રહસ્ય તેને સમજાવવા લાગ્યા, તેમણે કહ્યું, અમે એક વર્ષીમાં એક મોટા જીવ મારીએ છીએ; જેથી રાજ નાના વાને મારવા ન પડે. આ જવાબ આપ્યા પાતાને નિમિત્તે એક પણુ પ્રાણીનેા વધ કરનાર તમે હિંદેષથી નિવૃત્ત થયેલા કેવી રીતે કહેવા ? મને તેા તમારામાં તે ગૃહસ્થામાં કશા ફેર Àખાતા નથી. ખરે। અહિંસક તે! ધેર ઘેરથી વધ્યું-ધટ ુ માગી લાવી તે ઉપર જીવનાર, અને ફ્રીથી હિંસાનું ધામ એવું આ શરીર પ્રાપ્ત ન થાય તે માટે પ્રયત્ન કર્યો કરનાર ભિક્ષુક જ છે. આ વાતચીત ચાલતી હતી, તેવામાં તે તાપસાએ મારવા માટે બાંધેલા એક મેાટી કાયાવાળા હાથી એકદમ પેાતાના મજબૂત સાંકળાના બંધનમાંથી ખળ કરીને છૂટયો અને વેગથી આકમુનિ તરફ દાડચા. બધાએ ધાયું કે, તે આર્દ્ર મુનિને મારી નાખશે. પરંતુ તે તેા આવીને આક મુનિના ચરણમાં કુંભસ્થળ નમાવી નમસ્કાર કરવા લાગ્યા, અને પછી ભક્તિભરી દૃષ્ટિએ તેમના તરફ થેાડી વાર જોઈ રહી, અરણ્યમાં ચાલ્યે ગયે. આર્દ્ર મુનિ હવે નવાઈ પામેલા તાપસા સાથે જ્યાં મહાવીર હતા ત્યાં આવ્યા. શ્રેણિક રાજાને હાથી છૂટી જવાની, તથા આક આવ્યાની ખબર પડતાં, તે તરત અભયકુમાર સહિત તેની પાસે આવ્યેા. રાજાએ આર્દ્ર મુનિને પૂછ્યું, હું ભગવન! તમને જોઈ ને હાથી મજબૂત સાંકળા તાડીને કેવી રીતે મુક્ત થઈ શકો, તથા તમને ઈજા કરવાને બદલે તમારા ચરણમાં નમસ્કાર કરી કેમ ચાલ્યા ગયા, તેં મને કહે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy