________________
ધર્મસ્થાએ એ સમયે કેશલમાં પડિબુદ્ધિ, અંગમાં ચંદ્રછાય, કાશીમાં શંખ, કુણાલમાં રૂપિ, કુરુમાં અદીનશત્રુ અને પંચાલમાં જિતશત્રુ નામે રાજાઓ રાજ્ય કરતા હતા.
કેશલના રાજાએ પિતાના મંત્રી સુબુદ્ધિ પાસેથી, અંગના રાજા ચંદ્રછાયે ચંપાના વહાણવટીઓ પાસેથી,* કાશીના શંખરાજાએ તેની પાસેથી, કુણાલના રૂપિએ પિતાના વર્ષધર પાસેથી, કુરુના અદીનશત્રુએ એક ચિતારાના ચિત્ર ઉપરથી અને પંચાલના જિતશત્રુએ પિતાની રાજધાનીમાં આવેલી એક તાપસી પાસેથી મલિના અપૂર્વ લાલિત્યની કીતિ જાણું. તે બધાએ તે રાજકુમારી તરફ આકર્ષિત થઈને તેનું માથું કરવા પિતપિતાના દૂતે કુંભ રાજા પાસે મોકલ્યા.
રાજા કુંભ પાસે આવીને તે ડૂતેએ પોતપોતાના રાજાઓની માગણી કહી સંભળાવી. પરંતુ કુંભે તે બધાને નકારમાં જવાબ વાળે.
આ માગાની વાત કુમારી મલ્લિ પાસે પણ પહોંચી. તેણે વિચાર્યું કે એ બધા રાજાએ જરૂર ગુસ્સે થઈને તેના બાપ ઉપર ચડાઈ કરશે. તે વખતે તે બધાને શાંત કરી સંચમશીલ બનાવવા માટે તેણે એક યુક્તિ ગોઠવી.
પિતાના મહેલના એક સુંદર અને વિશાળ ઓરડાની મધ્યમાં તેણે પિતાની એક આબેહુબ સુવર્ણમૂર્તિ મુકાવી. તે મૂર્તિ અંદરથી પિલી હતી અને તેના માથા ઉપર કમળના ઘાટવાળું એક ઢાંકણું હતું. એ મૂર્તિને જોતાં જ સાક્ષાત મલ્લિ પોતે જ ન ઊભી હોય તેવો ભાસ થતે.
રાજકુમારી તે મૂર્તિના પેટમાં રોજ સુગધી ખાદ્યો નાખ્યા કરતી. તેમ કરતાં કરતાં જ્યારે તે મૂર્તિ પૂરેપૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org