________________
ધર્મકથાઓ ઉમરવાળા) થાય ત્યારે તે અભય છે. પરંતુ જ્યારે તેને અર્થ સર્ષપ (સરસવ) થાય ત્યારે જે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે, નહિ તે અભક્ષ્ય છે.
“એ જ પ્રમાણે કુલણ્ય વિષે સમજવું. જ્યારે તેને અર્થ કુલસ્થ એટલે કે કુલવધુ, કુલમાતા કે કુલપુત્રી થાય ત્યારે તે અભક્ષ્ય છે. પરંતુ જ્યારે તેને અર્થ કળથી હાય ત્યારે જે તે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે.
એ જ પ્રમાણે માસનું પણ સમજવું. જ્યારે તેનો અર્થ કાલમાસ એટલે કે શ્રાવણથી અષાડ સુધીના મહિના થાય અથવા તો માસાનું માપ થાય ત્યારે તે અભક્ષ્ય છે. પણ જ્યારે તેને અર્થ માષ (અડદ) થાય ત્યારે જે તે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે.” - શુકઃ– “તમે એક છે, બે છે, અનેક છે, અક્ષત છે, અવ્યય છે, અવસ્થિત છે કે અનેક, ભૂત અને ભવિષ્યરૂપ છે?”
થાવસ્થાપત્ર:–“દ્રવ્યની અપેક્ષાએ હું એક છું તથા જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ હું બે છું. મારે અનેક અવયવે છે માટે હું અનેક છું. પ્રદેશની અપેક્ષાએ અક્ષત છું, અવ્યય છું અને અવસ્થિત છું. ઉપગની અપેક્ષાએ ભૂત, વર્તમાન, અને ભવિષ્યને જ્ઞાતા હોવાથી હું ભૂત, વર્તમાન અને ભવિષ્યરૂપ પણ છું.”
આ સાંભળીને શુક સંતુષ્ટ થયો અને થાવરચા પુત્રને નમસ્કાર કરીને બે –
- “હે ભગવન ! જ્ઞાનીએ કહેલ ધર્મ આપ મને સંભળાવે. એવી મારી વિનંતિ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org