________________
ધમકથાઓ શિયાળેના પગને અવાજ સાંભળતાં જ ભય અને ત્રાસથી તે કાચબાઓએ પિતાના બે હાથ, બે પગ, અને ડોક એમ પાંચ અંગ પિતાની ઢાલ નીચે છુપાવી દીધાં અને હાલ્યા ચાલ્યા વિના જ એક જગાએ પડી રહ્યા.
પેલાં શિયાળેએ આવીને તેમને વારંવાર હલાવ્યા, બચકાં ભર્યા અને નખ માર્યા પરંતુ કાંઈ જ વળ્યું નહિ. છેવટે થાકીને તેઓ કાચબાઓ ફરી હાલે ચાલે તેની રાહ જોતાં થેડે છેટે એકાંતમાં છુપાઈને બેસી રહ્યાં.
શિયાળ ચાલ્યાં ગયાં એમ સમજીને બેમાંના એક કાચબાએ પિતાને એક પગ ધીરેધીરે બહાર કાઢવ્યો. તે જેતાં જ એક શિયાળે એકદમ આવીને તેને પગ કરડી ખાધે. એ જ રીતે તે મૂઢ કાચબાના બીજા અવયવે પણ કરડી ખાઈને તે શિયાળામાં તેને નાશ કર્યો.
એક કાચબાથી ન ધરાતાં તે લુચ્ચાં શિયાળ બીજા કાચબાને પણ તે પ્રમાણે જ પૂરો કરવાની આશાથી દૂર સંતાઈ રહ્યાં. પરંતુ તે બીજે કાચ તે પિતાને અને અવયવ બહાર ન કાઢતાં કેટલાય વખત ત્યાં ને ત્યાં નિષ્ટ થઈને પડી રહ્યો. તે શિયાળાએ તે જગાએ બે ત્રણ વાર ફેરા ખાધા પરંતુ તેમનું કાંઈ વળ્યું નહિ. છેવટે કંટાળીને, હતાશ થઈને તેઓ ચાલ્યાં ગયાં.
શિયાળે ચાલ્યાં ગયાં ત્યારબાદ પણ કેટલીક વખત જવા દઈને તે ચતુર કાચબાએ પિતાની ડેક ધીરે ધીરે ઊંચી કરીને ચારેકોર જોયું. આસપાસ કેઈને ન જેવાથી તે ઝપાટાબંધ દેડીને પિતાના ધરામાં પેસી ગયે અને પિતાનાં સગાંસંબંધીઓને મળીને સુખેથી રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org