________________
બે ઈંડ
[અંડ ૧] શ્રમણભગવાન મહાવીરે હલા નાયાધમ્મકહાના દ્વિતીય અધ્યયનને અર્થ જાયે; તે હવે ત્રીજા અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ચે જંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બેલ્યા –
ચંપા નગરીની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે નંદનવન જેવું એક ઉદ્યાન હતું. તેની ઉત્તરે એક મોટે માલુકાકરછ હતું. ત્યાં એક ઢેલડી બે ઈંડાં મૂકીને તેમને સેવતી હતી. ઈંડાં મૂડી જેવડાં, મેટાં, છિદ્ર વગરનાં અને શ્વેત વર્ણનાં હતાં.
એ નગરીમાં જિનદત્ત અને સાગરદત્ત નામે બે સાર્થવાહ રહેતા હતા. તે બંનેને એકએક પુત્ર હતું. તે બંને પુત્રો સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે પરણેલા અને પરસ્પર અત્યંત અનુરક્ત હતા. એક બીજાની ઈરછાને સંપૂર્ણ રીતે અનુસરતા, અને પરસ્પર સહકાર કરતા તે બંને પોતપોતાના કામમાં અત્યંત પ્રવીણ હતા.
એક વખત તેઓ બંને રાજમાન્ય દેવદત્તા ગણિકાને સાથે લઈને સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરવા ગયા. ત્યાં ફરતા ફરતા તેઓ માલુકાકછ પાસે આવી પહોંચ્યા. તેમના આવવાના અવાજથી પેલી ઢેલડી ભય અને ત્રાસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org