________________
૨૫
૧ ? પગ ઊંચા કર્યો કર્યો. ભૂખેતરસે અધમૂઓ થઈ ગયેલે તું તેના તીક્ષણ પ્રહારથી રાતદિવસ તીવ્ર વેદના ભેગવીને તેના ઉપર વેર લેવાના વિચારે કરતે કરતે મરણ પામ્યું. હે મેઘ ! તે તીવ્ર વેદના તને યાદ છે?
બીજે જન્મે તે ગંગાને દક્ષિણ કિનારે વિધ્યગિરિની તળેટીમાં ફરી વાર હાથીઓને રાજા થયો. તે જન્મમાં પણ તું તે જ કામન્મત્ત હતા. એક વાર એ વિંધ્યાટવીમાં ભયંકર દાવાનળ સળગતાં, સઘળાં વનચર પ્રાણુઓ ભયથી ચારે દિશામાં નાસવા લાગ્યાં. તું પણ નાસત નાસતે એક સુરક્ષિત સ્થાને જઈ પહોંચે. ત્યાં ગયા બાદ તેને આગળ જોયેલા દાવાનળનું સ્મરણ થઈ આવ્યું. તે ઉપરથી તે વિચાર કર્યો કે જંગલમાં વારંવાર દવ લાગ્યા કરે છે, માટે તે પ્રસંગે કામ આવે તેવું એક સુરક્ષિત સ્થાન તૈયાર કરી રાખવું જોઈએ. પછી તે ગંગા નદીના દક્ષિણ કાંઠાના એક પેજન જેટલા વિસ્તારવાળા ભાગને ઝાડ, પાન, લાકડાં, કાંટા, વેલ અને રેપા વગેરે ખોદી કાઢીને દાવાનળથી સુરક્ષિત બનાવ્યું. અને ત્યારપછી તું તે સ્થાનની નજીકમાં રહેવા લાગ્યું.
“તું જ્યાં રહેતું હતું ત્યાં પણ થોડા દિવસ બાદ એક ભીષણ દાવાનળ સળગી ઊઠ્યો. તે તૈયાર કરેલા સુરક્ષિત સ્થાનમાં નાસી જવાને તું વિચાર કરતો હતો તેટલામાં તે સિંહ, વાઘ, વરુ વગેરે અનેક જંગલી પ્રાણીઓથી તે આખું સ્થાન ગીચોગીચ ભરાઈ ગયું. તું ત્યાં ગમે ત્યારે ઘણી સાંકડી જગામાં મહા મુશ્કેલીથી માંડમાંડ ઊભું રહી શકો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org