________________
ધસ કથાઓ
આવે તે અનવાજોગ છે. પણ તેથી તારે મૂંઝાવાનું કે ખેદ કરવાનું કારણ નથી.
“ ડે મેઘ! તને તે યાદ નહિ હોય, પણ હું ખરાખર જાણું છું કે, તું આજથી ત્રીજા ભવમાં, સુમેરુપ્રભ નામે હાથીઓના રાજાના અવતારમાં, વૈતાઢય પર્વતની તળેટી આગળ રહેતા હતા. ત્યાં તારી સાથે તારી અનેક પ્રિય હાથણી અને બચ્ચાં હતાં. તે જન્મમાં તું અત્યંત કદશીલ અને કામભાગમાં આસક્ત હોઈ, નિર'તર તારી પ્રિય હાથણીઓ સહિત પહાડોમાં, નદીઓમાં, વનરાજીઓમાં અને પુષ્કરણીઓમાં અનેક પ્રકારના વિલાસા કરતા કર્યા કરતા હતા.
“ એક વાર જેઠ મહિનામાં, અકસ્માત એક મેાટી આંધી ચડી આવી અને મહાવેગથી પવન ફૂંકાવા શરૂ થયા. તેના ઝપાટાથી ઝાડા પરસ્પર ઘસાઈ-અથડાઈ ને તૂટવા લાગ્યાં અને આખા વનમાં ભયંકર દાવાનળ સળગ્યા. એ વખતે અંધકારથી ચારે દિશાએ વ્યાસ થતાં, તારા ટોળાની બધી હાથણીએ અને હાથીઓ ગભરાટથી ચારે દિશામાં નાસતા તાશથી છૂટા પડી ગયા. તું પણ દિમૂઢ થઈને નાસતા નાસતા એક કીચડવાળા તળાવમાં કળી ગયા. જેમ જેમ તું તારા શરીરને બહાર કાઢવા વધારે ને વધારે પ્રયત્ન કરવા લાગ્યા, તેમ તેમ તું તેમાં વધારે ને વધારે ઊંડા ઊતરવા લાગ્યા. એવી અવસ્થામાં તારા કેટલાય દિવસા ચાલ્યા તળાવનું પાણી પણ તારી સૂ'ઢ ન પહેાંચે તેટલું દૂર હેાવાથી તને પાણી પણ પીવા ન મળ્યું. એવામાં એક દિવસ તારા વૈરી હાથીએ તને એ અસહાય સ્થિતિમાં ફસાઈ પડેલા જોઈ, પેાતાના તીક્ષ્ણ ક્રે'તૂશળા વડે તારા ઉપર વેગથી હલ્લે
ગયા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org