________________
૧ : પગ ઊંચા કર્યાં
२७
“નહિ જિતાયેલી ઇન્દ્રિયાને જીતજે, શ્રમણધમ ને પાળજે, ધૈય રૂપી કચ્છ બાંધીને તપથી રાગદ્વેષરૂપ મલ્લને હણજે, ઉત્તમ શુક્લધ્યાનથી આઠ કર્મોને મસળી નાખજે, અને નિČય રહીને વિશ્નોની સેનાના નાશ કરજે. તારા મામાં વિન્ન ન આવેા.”
ગુણશિલ ચૈત્યમાં પહેાંચ્યા બાદ રાજારાણી મેઘકુમારને આગળ કરી ભગવાન મહાવીર પાસે આવ્યાં, તથા તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કારપૂર્વક મેલ્યાં;—— “ હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારેા એકના એક પુત્ર છે, અમારા પ્રાણ સમા છે, તથા અમારે માટે ઉંમરના પુષ્પ સમા દુર્લભ છે. હે દેવાનુપ્રિય ! જેમ ઉત્પલ, પદ્મ અને કુમુદ પકમાં થાય છે અને પાણીમાં વધે છે, પણ પકની રજથી કે પાણીના બિંદુથી લેપાતાં નથી; તેમ કામામાં થયેલા અને લેગામાં વધેલા આ મેઘકુમાર આપનું પ્રવચન સાંભળીને હવે કામ અને ભેગરસથી ખરડોવા ઈચ્છતા નથી. સંસારના ભયથી તેને ઉદ્વેગ થયા છે, જન્મ, જરા અને મરણથી તે ભય પામ્યા છે અને આપ દેવાનુપ્રિયની પાસે રહી, મુંડ થઈ, ઘર છેડી, તે અનગારિતા લેવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિય ! અમે આપને તેની શિભિક્ષા ૯ આપીએ છીએ તે આપ સ્વીકારે.”
૪૯
મેઘકુમારનાં માતાપિતાએ આમ કહ્યા પછી શ્રમણભગવાન મહાવીરે તે વાતના સારી રીતે સ્વીકાર કર્યાં,
ત્યારબાદ મેઘકુમારે ભગવાન મહાવીરની પાસેથી ઈશાન ખૂણામાં જઈને પેાતાનાં પહેરેલાં વસ્ત્રાભૂષણુ ઉતારી નાખ્યાં. તે લેતી વખતે ગળગળી થઈને તેની માતા માલી ——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org