________________
ધકથાઓ ચમકવા લાગી અને મેઘગર્જના શરૂ થઈ. તે સાંભળતાં જ મેર ટહુકાર કરવા લાગ્યા અને ઝરમર ઝરમર પડતા વરસાદમાં દેડકાં હૈ ૉ કરવા લાગ્યાં.
આ જોઈ અભયકુમારે પોતાની ચુલમાતા તેમ જ શ્રેણિક રાજા પાસે જઈને ખબર આપી કે વિભાર પર્વત ઉપર વાદળાં ચડેલાં છે તથા વરસાદ વરસે છે.
આ સમાચાર સાંભળતાં જ ધારિણી દેવી ખૂબ પ્રસન્ન થઈ અને શ્રેણિક રાજા પણ ઉદ્વેગરહિત થયે. તેણે તરત જ પિતાના કૌટુંબિક પુરુષને ચતુરંગ સેના તૈયાર કરવાને, સેચનકર હાથીને શણગારી મહેલ પાસે લાવવાને, તથા આખા નગરને સુશોભિત કરવાનો હુકમ આપે.
એ પ્રમાણે થતાં જ ક્ષણવારમાં હજારે નગરવાસી જને રાજમહેલ પાસે એકઠા થયા, અનેક પ્રકારનાં વાદ્યોના મધુર સ્વર સંભળાવા લાગ્યા અને શ્રેણિક રાજા વ્યવસ્થિતરૂપમાં ગોઠવાયેલી સવારી સાથે ભાર પર્વત તરફ જવા નીકળ્યો. રાણી રાજા સાથે હાથી ઉપર ખરાના ભાગમાં બેઠી હતી અને રાજાએ તેના માથા ઉપર છત્ર ધર્યું હતું. - સવારી વિભાર પર્વત પાસે પહોંચતાં જ જોરથી વરસાદ વરસવા લાગ્યો અને રાણી હાથી ઉપરથી ઊતરીને, અતિપ્રસન્નતાથી વૈભારગિરિ ઉપર તેમ જ તેની આસપાસનાં સ્થાને ઉપર ત્વરિત ગતિથી ફરવા લાગી. ત્યાર બાદ તેણે પાસેનાં ઉદ્યાનેમાંથી ઘણાં સુંદર અને સુગંધિ પુષ્પ એકત્રિત કર્યો. તે બધાને સૂંઘતી, લેગવતી, તથા ચારેબાજુ વહેંચતી, જેવી ધામધૂમથી આવી હતી તેવી જ ધામધૂમથી આખા રાજગૃહમાં ફરતી ફરતી તે પોતાના આવાસમાં પાછી આવી પહોંચી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org