________________
પ્રાસ્તાવિક અંગદેશની રાજધાની ચંપાનગરીમાં કોણિક નામે રાજા રાજ્ય કરતે હતો. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી, આર્ય સુધર્મા' નામે સ્થવિર, જબુર પ્રમુખ પાંચસે શિષ્ય સાથે ગામેગામ આનુપૂર્વી પગપાળા ફરતાફરતા અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા, ચંપા નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા પૂર્ણ ભદ્ર ચૈત્યમાં આવીને ઊતર્યા.
સુધમાં સ્વામીને આવ્યા જાણીને રાજા કેણિક તથા ચંપાની સમસ્ત પ્રજા તેમની પાસે ધર્મ સાંભળવા આવી.
તે બધાંના ચાલ્યા ગયા બાદ આર્ય સુધર્મા અનગારના મુખ્ય શિષ્ય આર્ય જંબુ નામે અનગારે શ્રદ્ધા, સંશય અને કુતૂહલથી પિતાના ગુરુ આર્ય સુધર્માને વિનયપૂર્વક બે હાથ જોડીને નીચે પ્રમાણે પૂછ્યું -
“નિર્વાણને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે નાયાધમ્મકહા” નામના છઠ્ઠા અંગને શો અર્થ કહ્યો છે તે. મને કૃપા કરીને કહે."
આર્ય સુધર્માએ પિતાના શિષ્ય જબુને એને આ પ્રમાણે ઉત્તર આપે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org