________________
અધ્યયન-૧૮
૨૫
4:
હે ભિક્ષુએ! એ ધણીધણયાણી પૂરતુ ભાતું લઈને એક ભયંકર જંગલમાં થઈને પસાર થવા લાગ્યાં. તેમની સાથે તેમને એકને એક પ્રિય પુત્ર પશુ હતેા. જતાં જતાં તેમનું ભાતું ખૂટી ગયું અને હજુ અટવી શૈતરવી બાકી જ હતી. તેમણે વિચાર કર્યો કે આપણું ભાવું તા ખૂટી ગયું અને હજુ જંગલ પાર કરવું તેા બાકી છે, હવે કેમ કરીને આપણે આ જંગલ પાર કરી શકીશું ? વિચાર કરતાં તેમને સૂઝયું કે આ પ્રિય પુત્રનું માંસ ખાઈ તે આપણે આ અટવી પાર કરી જઈએ. તેઓએ વિલાપ કરતાં કરતાં પુત્રનું માંસ ખાધું અને તેમ કરીને અટવી પાર કરી ગયાં.
“હું ભિક્ષુએ! તેઓએ જે આ પુત્રનું માંસ ખાધું તે શું ગમ્મત માટે ખાઉં, મદ માટે ખાધું, મંડન માટે ખાધું કે વિભૂષણ માટે ખાધું?'
ભિક્ષુએએ કહ્યુ, “ તેઓએ તે માટે ખાધુ નથી. તેઓએ તે માત્ર અટવી પાર કરવા માટે જ તે આહાર કરેલા.”
“ હું ભિક્ષુઓ ! તમને હું કહું છું કે તમારે પણુભાજન એ દૃષ્ટિથી લેવું. જેઓ એ રીતે જ ભાજન લે છે તે જ કામ ગુણ અને રાગના સ્વરૂપને સમજી શકે છે; અને જેએ કામચુણે અને રાગનું સ્વરૂપ બરાબર સમજે છે, તેવા આ શ્રાવકા કાઈ જાતના પાપમાં ન પડતાં નિર્વાણુ પામે છે, ’’
વિસુદ્ધિમગ્ગમાં કહ્યું છેઃ—
3:
“ જેમ ગાડાને ચલાવવા માટે ધરી ઊ'ગવી પડે છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે અટવી પાર કરવા પુત્રમાંસ લેવું પડે છે, તે રીતે અતિ ભિક્ષુએ શરીરના નિર્વાહ માટે પરિમિત આહાર લેવા. આ જ વસ્તુને શિક્ષાસમુચ્ચયમાં આ પ્રમાણે કહેલી છેઃभैषज्यमिव आहारं पुत्रनोसोपमं पुनः । मात्रायाऽप्रतिकूलं च योगी पिण्डं समाचरेत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org