________________
૨૨૪
ટિપ્પણ વૈદ્યકશબ્દસિંધુમાં મસ્યાંડી ઉપરાંત સાકર અર્થમાં પુષ્પદભવા શબ્દનો ઉલ્લેખ છે. તેને અર્થ કરતાં પુષ્પશર્કરા શબ્દ મૂકેલે છે. જેને અત્યારે કુલસાકર કહેવામાં આવે છે, તે કદાચ આ હેય. અથવા ફૂલેમાંથી બનતી સાકર એ અર્થ પણ તેમાંથી નીકળી શકે છે. સૂત્રમાં લખેલી પુષ્પોત્તર અને આ પુષ્પભવા એ બંને કદાચ એક હોઈ શકે.
સાકર અર્થમાં વપરાયેલો પડ્યોત્તર શબ્દ માત્ર અહીં જ મળ્યો છે. શબ્દ ઉપરથી એમ માલૂમ પડે છે કે કમળ જેવી સુગંધીવાળી અથવા કમળમાંથી બનતી સાકર એવો તેનો અર્થ હેય.
૧૮
ટિપ્પણ ૧૪ સુસુમા
આ અધ્યયનમાં સુસુમ નામની ધન્ય સાર્થવાહની પુત્રીનું ઉદાહરણ આપીને આહારનું પ્રયોજન સમજાવવામાં આવેલું છે માટે તેનું નામ સુસુમ પડયું છે. ૨ ચિલાત
એ શબ્દ અનાર્ય જાતિના એક સમૂહ માટે છે. ઘણું કરીને અનાર્ય કે દાસનું કામ કરતા હતા, તેથી અહીં દાસપુત્રને ચિલાત – કિરાત – કહેવામાં આવેલ છે. ૩ઃ માટે જ કરે
ત્યાગી પુરુષો ભેજનને માત્ર શરીરના નિર્વાહની દૃષ્ટિએ જ લે છે. શરીરનાં રૂપ, રંગ, બળ કે વિષય વધે તે અર્થે તેઓ કદી ભાજનને સ્પર્શતા પણ નથી. આ વસ્તુ ઉપરના અધ્યયનમાં સચોટ રીતે વર્ણવેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરવા બુદ્ધ ભગવાને સંયુત્તનિકાયમાં એક કથા આપેલી છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org