________________
ધર્મસ્થાએ પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન ચંપા ગણવું. એટલે ૫૪ અધ્યયન થશે.
પાંચમા વર્ગમાં ૩૨ અધ્યયને છે. તેમાં (૧) કમલા (૨) કમલપ્રભા (૩) ઉત્પલા (૪) સુદર્શના (૫) રૂપવતી (૬) બહુરૂપા (૭) સુરૂપ (૮) સુભગા (૯) પુણ્યા (૧૦) બહુપુત્રિકા (૧૧) ઉત્તમ (૧૨) ભારિયા (૧૩) પદ્મા (૧૪) વસુમતી (૧૫) કનકા (૧૬) કનકપ્રભા (૧૭) વતેસા (૧૮) કેતુમતી (૧૯) વસેના (૨૦) રતિપ્રિયા (૨૧) રેહિણી (૨૨) નવમિકા (૨૩) ફ્રી (૨૪) પુષ્પવતી (૨૫) ભુજગા (૨૬) ભુજગવતી (ર૭) મહાકછા (૨૮) અપરાજિતા (૨૯) સુઘોષા (૩૦) વિમલા (૩૧) સુસ્વરા (૩૨) સરસ્વતી – નામની દક્ષિણના વનવ્યંતરના ઇદ્રોની અમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત પણ કાલીની કથા પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન નાગપુર ગણવું એટલે ૩૨ અધ્યયન થશે.
છઠ્ઠો વગ પાંચમા બરાબર જ ગણવે. માત્ર નિવાસસ્થાન સાકેત ગણવું અને પતિઓ ઉત્તરના વનવ્યંતરના ઇંદ્રો.
સાતમા વર્ગનાં ચાર અધ્યયને છે. તેમાં (૧) સુરપ્રભા (૨) આતપા (૩) અર્ચિર્માલી (૪) પ્રભંકરા –નામની ચાર સૂર્યની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન અરખુરીક માનવું. બાકી બધું કાલીની કથા પ્રમાણે જ સમજવું.
આઠમા વર્ગમાં ચાર અધ્યયને છે. તેમાં (૧) ચંદ્રપ્રભા (૨) સ્નાભા (૩) અચ્ચિર્માલી (૪) પ્રશંકરાનામની ચાર ચંદ્રની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન મથુરા માનવું. બાકી બધું કાલીની જ કથા પ્રમાણે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org